Surah Al-Ma'arij
સૂરહ અલ-મઆરિજ
સૂરહ અલ-મઆરિજ
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
(૩૬) તો કાફિરોને શું થઈ ગયું છે કે તેઓ તમારા તરફ દોડતા આવે છે.
(૩૭) જમણી અને ડાબી બાજુથી ટોળે-ટોળા ? [7]
(૩૮) શું તેમનામાંથી દરેકની ઈચ્છા એ છે કે તેઓ એશો-આરામવાળી જન્નતમાં દાખલ થઈ જશે ?
(૩૯) (એવું) કદાપિ નહિં થાય, અમે તેમને જે વસ્તુથી પેદા કર્યા છે તેને તેઓ જાણે છે.
(૪૦) તો મને સોગંદ છે પૂર્વો અને પશ્ચિમો [8] ના રબના ! કે અમે ખરેખર શક્તિમાન છીએ.
(૪૧) આ (વાત) ઉપર કે આમના બદલામાં આમનાથી શ્રેઠ લોકો લઈ આવીએ અને અમે મજબૂર નથી.
(૪૨) તો તમે આમને ઝઘડતા રમતા છોડી મૂકો, ત્યાં સુધી કે તેઓ પોતાના દિવસને પહોંચી જાય જેનો વાયદો આમને કરવામાં આવી રહ્યો છે.
(૪૩) જે દિવસે કબરોમાંથી તેઓ દોડતા ભાગતા નીકળશે, જાણે કે તેઓ કોઈ પૂંજાના સ્થળ તરફ ઝડપથી જઈ રહ્યા હોય.
(૪૪) આમની આંખો ઝૂકેલી હશે, એમના ઉપર અપમાન છવાઈ જશે, આ છે તે દિવસ જેનો વાયદો એમને કરવામાં આવી રહ્યો છે. (ع-૨)