Surah Hud
સૂરહ હૂદ
રૂકૂઅ : ૩
આયત ૨૫ થી ૩૫
وَ لَقَدْ اَرْسَلْنَا نُوْحًا اِلٰى قَوْمِهٖۤ ز اِنِّیْ لَكُمْ نَذِیْرٌ مُّبِیْنٌۙ (25)
(૨૫) અને બેશક અમે નૂહ (અ.સ.) ને તેમની કોમ તરફ રસૂલ બનાવીને મોકલ્યા, (તેમણે કહ્યું) કે, “હું તમને સ્પષ્ટ રીતે ચેતવણી આપનાર છું.
اَنْ لَّا تَعْبُدُوْۤا اِلَّا اللّٰهَ ؕ اِنِّیْۤ اَخَافُ عَلَیْكُمْ عَذَابَ یَوْمٍ اَلِیْمٍ (26)
(૨૬) કે તમે ફક્ત અલ્લાહની બંદગી કર્યા કરો, મને તો તમારા ઉપર દુઃખદાયી અઝાબના દિવસનો ડર છે.”
فَقَالَ الْمَلَاُ الَّذِیْنَ كَفَرُوْا مِنْ قَوْمِهٖ مَا نَرٰىكَ اِلَّا بَشَرًا مِّثْلَنَا وَ مَا نَرٰىكَ اتَّبَعَكَ اِلَّا الَّذِیْنَ هُمْ اَرَاذِلُنَا بَادِیَ الرَّاْیِ ۚ وَ مَا نَرٰى لَكُمْ عَلَیْنَا مِنْ فَضْلٍۭ بَلْ نَظُنُّكُمْ كٰذِبِیْنَ (27)
(૨૭) તો તેમની કોમના કાફિર સરદારોએ જવાબ આપ્યો કે, “અમે તો તમને અમારા જેવા મનુષ્ય જ જોઈએ છીએ, અને તમારા પેરોકારને પણ જોઈએ છીએ કે સ્પષ્ટ રીતે સિવાય નીચા લોકોના બીજા કોઈ નથી (જેઓ તમારૂ અનુસરણ કરી રહ્યા છે) અમે તો તમારી કોઈ રીતે અમારા ઉપર શ્રેષ્ઠતા નથી જોઈ રહ્યા, બલ્કે અમે તમને જૂઠા સમજીએ છીએ.
قَالَ یٰقَوْمِ اَرَءَیْتُمْ اِنْ كُنْتُ عَلٰى بَیِّنَةٍ مِّنْ رَّبِّیْ وَ اٰتٰىنِیْ رَحْمَةً مِّنْ عِنْدِهٖ فَعُمِّیَتْ عَلَیْكُمْ ؕ اَنُلْزِمُكُمُوْهَا وَ اَنْتُمْ لَهَا كٰرِهُوْنَ (28)
(૨૮) (નૂહે) કહ્યું, “અય મારી કોમવાળાઓ ! મને બતાવો જો હું મારા રબ તરફથી મેળવેલ નિશાનીઓ પર થયો અને મને તેણે પોતાના પાસેથી કૃપા પ્રદાન કરી હોય પછી તે તમારી આંખોમાં ન સમાય તો શું બળજબરી તમારા ગળામાં નાખી દઉં જયારે કે તમે તેને ઈચ્છતા ન હોય.
وَ یٰقَوْمِ لَاۤ اَسْئَلُكُمْ عَلَیْهِ مَالًا ؕ اِنْ اَجْرِیَ اِلَّا عَلَى اللّٰهِ وَ مَاۤ اَنَا بِطَارِدِ الَّذِیْنَ اٰمَنُوْا ؕ اِنَّهُمْ مُّلٰقُوْا رَبِّهِمْ وَ لٰكِنِّیْۤ اَرٰىكُمْ قَوْمًا تَجْهَلُوْنَ (29)
(૨૯) અય મારી કોમવાળાઓ! હું આના બદલામાં તમારા પાસે કોઈ ધન નથી માંગતો, મારો બદલો કક્ત અલ્લાહ પાસે છે, ન હું ઈમાનવાળાઓને પોતાના પાસેથી કાઢી શકુ છું, તેમને પોતાના રબને મળવાનું છે, પરંતુ હું જોઈ રહ્યો છું કે તમે લોકો બેવકૂફી કરી રહ્યા છો.
وَ یٰقَوْمِ مَنْ یَّنْصُرُنِیْ مِنَ اللّٰهِ اِنْ طَرَدْتُّهُمْ ؕ اَفَلَا تَذَكَّرُوْنَ (30)
(૩૦) અને અય મારી કોમવાળાઓ ! જો હું ઈમાનવાળાઓને પોતાના પાસેથી કાઢી મૂકું, તો અલ્લાહના સરખામણીમાં મારી મદદ કોણ કરી શકે છે ? શું તમે થોડો પણ સોચ-વિચાર નથી કરતા ?
وَ لَاۤ اَقُوْلُ لَكُمْ عِنْدِیْ خَزَآئِنُ اللّٰهِ وَ لَاۤ اَعْلَمُ الْغَیْبَ وَ لَاۤ اَقُوْلُ اِنِّیْ مَلَكٌ وَّ لَاۤ اَقُوْلُ لِلَّذِیْنَ تَزْدَرِیْۤ اَعْیُنُكُمْ لَنْ یُّؤْتِیَهُمُ اللّٰهُ خَیْرًا ؕ اَللّٰهُ اَعْلَمُ بِمَا فِیْۤ اَنْفُسِهِمْ ۖۚ اِنِّیْۤ اِذًا لَّمِنَ الظّٰلِمِیْنَ (31)
(૩૧) અને હું તમને કહેતો કે મારા પાસે અલ્લાહના ખજાનાઓ છે, (સાંભળો) હું ગૈબનું ઈલ્મ પણ નથી ધરાવતો, ન હું એમ કહું છું કે હું ફરિશ્તો છું, ન હં કહુ છું કે જેમના પર તમારી દ્રષ્ટી અપમાનથી પડી રહી છે તેમને અલ્લાહ (તઆલા) કોઈ ભલાઈ આપશે નહિ. તેમના દિલોમાં જે કંઈ છે તેને અલ્લાહ સારી રીતે છે, જો હું આવું કહું તો બેશક મારી પણ ગણતરી જાલિમોમાંથી થઈ જશે.
قَالُوْا یٰنُوْحُ قَدْ جٰدَلْتَنَا فَاَكْثَرْتَ جِدَا لَنَا فَاْتِنَا بِمَا تَعِدُنَاۤ اِنْ كُنْتَ مِنَ الصّٰدِقِیْنَ (32)
(૩૨) (કોમના લોકોએ) કહ્યું, “અય નૂહ! તમે અમારા સાથે ઘણો વાદ-વિવાદ કરી ચૂક્યા છો, હવે તો તમે જે વસ્તુથી અમને ડરાવો છોતે અમારા પાસે લઈ આવો જો તમે સાચા છો.
قَالَ اِنَّمَا یَاْتِیْكُمْ بِهِ اللّٰهُ اِنْ شَآءَ وَ مَاۤ اَنْتُمْ بِمُعْجِزِیْنَ (33)
(૩૩) જવાબ આપ્યો કે, “તેને પણ અલ્લાહ (તઆલા) જ લાવશે જો તે ચાહે, અને હાં, તમે તેને વિવશ કરી શકતા નથી."
وَ لَا یَنْفَعُكُمْ نُصْحِیْۤ اِنْ اَرَدْتُّ اَنْ اَنْصَحَ لَكُمْ اِنْ كَانَ اللّٰهُ یُرِیْدُ اَنْ یُّغْوِیَكُمْ ؕ هُوَ رَبُّكُمْ قف وَ اِلَیْهِ تُرْجَعُوْنَؕ (34)
(૩૪) અને તમને મારી નસીહત કોઈ પણ ફાયદો નથી પહોંચાડી શકતી, ભલેને હું તમારો ગમે તેટલો શુભચિંતક કેમ ન હોઉં, જો અલ્લાહની મરજી તમને ભટકાવવાની જ હોય, તે જ તમારા સૌનો રબ છે અને તેના તરફ તમારે પાછા ફરવાનું છે.
اَمْ یَقُوْلُوْنَ افْتَرٰىهُ ؕ قُلْ اِنِ افْتَرَیْتُهٗ فَعَلَیَّ اِجْرَامِیْ وَ اَنَا بَرِیْٓءٌ مِّمَّا تُجْرِمُوْنَ ۧ (35)
(૩૫) શું આ લોકો કહે છે કે તમે જાતે તેને ઘડી કાઢ્યું છે ? તો જવાબ આપો કે, “જો મેં તેને ઘડી કાઢ્યું હોય તો મારો ગુનોહ મારા ઉપર છે અને હું તે ગુનાહોથી અલગ છું જેને તમે કરી રહ્યા છો.” (ع-૩)