(૯૪) અને લોકોના પાસે હિદાયત પહોંચી ગયા પછી ઈમાનથી રોકવાવાળી ફક્ત આ જ વસ્તુ રહી છે કે તેમણે કહ્યું કે “શું અલ્લાહે એક મનુષ્યને જ રસૂલ બનાવી મોકલ્યા ?”[1]
(૯૫) (તમે) કહી દો કે, “જો ધરતી પર ફરિશ્તાઓ હરતા ફરતા અને રહેતા હોત તો અમે પણ તેમના પાસે આકાશમાંથી કોઈ ફરિશ્તાને જ રસૂલ બનાવીને મોકલતા.[1]
(૯૬) કહી દો કે, “મારા અને તમારા વચ્ચે અલ્લાહની સાક્ષી પૂરતી છે, તે પોતાના બંદાઓથી સારી રીતે માહિતગાર છે અને બધું જ જોઈ રહ્યો છે.”
(૯૭) અને અલ્લાહ જેને હિદાયત આપે તે હિદાયત પામી શકે છે અને જેને તે માર્ગ પરથી ભટકાવી દે અશક્ય છે કે તમે તેનો સહાયક તેના સિવાય બીજો મેળવો, આવા લોકોને અમે કયામતના દિવસે ઊંધા મોઢે જમા કરીશું, જ્યારે કે તે લોકો આંધળા, મૂંગા અને બહેરા હશે, તેમનું ઠેકાણું જહન્નમ હશે, જ્યારે પણ તેની આગ હલકી થવા લાગશે, અમે તેમના પર તેને વધારે ભડકાવી દઈશું.
(૯૮) આ બદલો અમારી નિશાનીઓથી ઈન્કાર કરવા અને એ કહેવાના પરિણામે છે કે શું જયારે અમે હાડકા અને કણ-કણ થઈ જઈશું પછી અમને નવેસરથી પેદા કરીને ઊભા કરવામાં આવશે?
(૯૯) શું તેમણે આ વાત પર ધ્યાન નથી આપ્યું કે જે અલ્લાહે આકાશો અને ધરતીને પેદા કર્યા તે તેમના જેવાઓને પેદા કરવાની પૂરી તાકાત રાખે છે ? તેણે જ તેમના માટે એક એવો સમય નિશ્ચિત કરી રાખ્યો છે જે શંકા-કુશંકાથી ખાલી છે, પરંતુ જાલિમ લોકો ઈન્કાર કર્યા વગર રહેતા નથી.
(૧૦૦) કહી દો (જો માની લેવામાં આવે) જો તમે મારા રબના ખજાનાઓના માલિક બની જતાં તો તમે તે વખતે પણ તેના ખર્ચ થઈ જવાના ડરથી તેમાં કંજૂસી કરતા, અને મનુષ્ય છે પણ ખૂબ સંકુચિત મનનો. (ع-૧૧)