(૭૯) અલ્લાહ તે છે જેણે તમારા માટે પશુ (ચોપાયા) પેદા કર્યા[1] જેમનામાંથી તમે કોઈના ઉપર સવારી કરો છો અને કોઈને તમે ખાઓ છો.
(૮૦) અને બીજા પણ તમારા માટે તેમાં ઘણાં ફાયદાઓ છે જેથી પોતાના દિલમાં છૂપાયેલી જરૂરતોને તેમના ઉપર સવાર કરીને તમે મેળવી શકો અને આ જાનવરો ઉપર અને નૌકાઓ ઉપર તમે સવાર કરાવવામાં આવો છો.
(૮૧) અને (અલ્લાહ) તમને પોતાની નિશાનીઓ દેખાડી રહ્યો છે તો તમે અલ્લાહની કઈ-કઈ નિશાનીઓનો ઈન્કાર કરતા રહેશો.
(૮૨) શું એમણે ધરતી પર મુસાફરી કરીને પોતાનાથી પહેલાના લોકોનો અંજામ નથી જોયો ? જેઓ સંખ્યામાં આમના કરતા વધારે હતા, તાકાતમાં સખત અને ધરતી પર ઘણી યાદગારો છોડી ગયા. (પરંતુ) તેમના કરેલા કામોએ તેમને જરા પણ ફાયદો નથી પહોંચાડ્યો.
(૮૩) તો જ્યારે પણ તેમના પાસે તેમના રસૂલ સ્પષ્ટ નિશાનીઓ લઈને આવ્યા તો આ લોકો પોતાના ઈલ્મ પર ઈતરાવા લાગ્યા, તો જે વસ્તુનો મજાક ઉડાવતા હતા તે જ વસ્તુ તેમના પર ઉલ્ટી પડી.
(૮૪) પછી અમારો અઝાબ જોતાં જ કહેવા લાગ્યા કે, “અમે એક અલ્લાહ પર ઈમાન લાવ્યા અને અમે તે બધાનો ઈન્કાર કર્યો જેમને અમે તારો ભાગીદાર બનાવતા હતા.”
(૮૫) પરંતુ અમારો અઝાબ જોઈ લીધા પછી તેમના ઈમાને તેમને ફાયદો ન આપ્યો, અલ્લાહે પોતાનો આ જ કાનૂન નક્કી કરી રાખ્યો છે જે તેના બંદાઓમાં લગાતાર ચાલ્યો આવે છે.[1] અને તે વખતે કાફિરો નુકસાનમાં પડી ગયા.(ع-૯)