સૂરહ અલ-ફાતિહા [1] મક્કામાં નાઝિલ થઈ (ઉતરી) હતી. આ સૂરહમાં સાત (૭) આયત અને એક (૧) રૂકૂઅ છે.
સંપૂર્ણ સૂરહની તિલાવત સાંભળવા માટે નીચે આપલે Play બટન પર ક્લિક કરો.
(૧) અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. [2]
(૨) તમામ પ્રશંસા અલ્લાહ સમગ્ર સૃષ્ટિના રબ માટે જ છે. [3]
(૩) અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૪) બદલા (ન્યાય) ના દિવસનો માલિક છે.
(૫) અમે તારી જ ઈબાદત(બંદગી) [4] કરીએ છીએ અને તારાથી જ મદદ માંગીએ છીએ.
(૬) અમને સીધો (સત્ય) માર્ગ [5] બતાવ. [6]
(૭) એ લોકોનો માર્ગ જેમના ઉપર તે કૃપા કરી એમનો નહીં જેમના ઉપર તારો પ્રકોપ થયો અને ન પદભ્રષ્ટોના.[7] (ع-૧)