(૨૬) અલ્લાહ (તઆલા) તમારા માટે સ્પષ્ટ કરવા, અને તમને તમારાથી પહેલાનાઓનો (નેક લોકોનો) રસ્તો દેખાડવા અને તમારી તૌબા કબૂલ કરવા ઈચ્છે છે અને અલ્લાહ જાણનાર, હિકમતવાળો છે.
(૨૭) અને અલ્લાહ (તઆલા) ઈચ્છે છે કે તમારી તૌબા કબૂલ કરે અને જે લોકો કામવાસનાની પાછળ ચાલે છે તેઓ ઈચ્છે છે કે તમે તેમનાથી ઘણા દૂર હટી જાઓ.
(૨૮) અલ્લાહ તમારો બોજ હલકો કરવા ઈચ્છે છે, અને માણસ કમજોર પેદા કરવામાં આવ્યો છે.
(૨૯) અય મુસલમાનો! એકબીજાનો માલ પરસ્પર નાજાઈઝ તરીકાથી ન ખાઓ, પરંતુ એ કે તમારી પરસ્પર સહમતિથી વેપાર હોય,[36] અને પોતે પોતાની જાતને કતલ ન કરો,[37] બેશક અલ્લાહ (તઆલા) તમારા પર રહમ કરવાવાળો છે.
(૩૦) અને જે વ્યક્તિ આ (નાફરમાનીની) સીમા ઓળંગે અને જુલમથી કરશે તો નજીકના ભવિષ્યમાં અમે તેને આગમાં નાખીશું, અને આ અલ્લાહ માટે ઘણું સહેલું છે.
(૩૧) જો તમે આ મોટા ગુનાહોથી બચતા રહેશો જેનાથી તમને રોકવામાં આવે છે તો અમે તમારા નાના ગુનાહોને દૂર કરી દઈશુ અને ઈજ્જતના દરવાજામાં દાખલ કરી દઈશું.
(૩૨) અને તે વસ્તુની તમન્ના ન કરો, જેના કારણે અલ્લાહે તમારામાંથી કોઈને કોઈના ઉપર શ્રેષ્ઠતા આપી છે, પુરૂષોનો તે હિસ્સો છે જે તેમણે કમાયો અને સ્ત્રીઓ માટે તે હિસ્સો છે જે તેમણે કમાયો, અને અલ્લાહ (તઆલા)થી તેની મહેરબાની માંગો, બેશક અલ્લાહ (તઆલા) દરેક વસ્તુનો જાણકાર છે.
(૩૩) અને માતા-પિતા અથવા નજીકના રિશ્તેદારો જે કંઈ છોડીને મરે, તેમના વારસદાર અમે દરેક માણસના નક્કી કરી રાખ્યા છે,[38] અને જેનાથી તમે પોતાના હાથોથી કરાર કર્યો છે તેમને તેમનો હિસ્સો આપો, હકીકતમાં અલ્લાહ (તઆલા) દરેક વસ્તુને જોઈ રહ્યો છે. (ع-૫)