(૧૦૨) અને જ્યારે તમે તેમનામાં હોવ અને તેમના માટે નમાઝ કાયમ કરો તો જોઈએ કે તેમનું એક જૂથ તમારા સાથે હથિયાર લઈને ઊભું હોય, પછી જ્યારે તેઓ સિજદો કરી ચૂકે તો તેઓ હટીને તમારા પાછળ આવી જાય અને બીજુ જૂથ જેણે નમાઝ નથી પઢી તેઓ આવી જાય, અને તમારા સાથે નમાઝ પઢે અને પોતાનો બચાવ અને પોતાના હથિયાર સાથે રાખે, કાફિરો ચાહે છે કે તમે કોઈ રીતે પોતાના હથિયાર અને પોતાના સામાનોથી બેખબર થઈ જાવ, તો તેઓ તમારા પર અચાનક હૂમલો કરી દે. અને હા, પોતાના હથિયાર ઉતારીને રાખવામાં તે સમયે તમારા પર કોઈ બૂરાઈ નથી જ્યારે કે તમે તકલીફમાં હોવ, અથવા વરસાદના કારણે અથવા બીમાર હોવાનું કારણ હોય, અને પોતાના બચાવનો સામાન સાથે લઈ રાખો. બેશક અલ્લાહ (તઆલા)એ ઈન્કાર કરવાવાળાઓ માટે અપમાનજનક અઝાબ તૈયાર કરી રાખ્યો છે.