(૮૪) અને તે દીવસે અમે દરેક ઉમ્મતમાંથી ગવાહ ઊભા કરીશું, પછી કાફિરોને ન તો પરવાનગી આપવામાં આવશે અને ન ક્ષમા યાચના કરવાનું કહેવામાં આવશે.
(૮૫) અને જ્યારે આ જાલિમ લોકો અઝાબ જોઈ લેશે, પછી ન તો તેમનો અઝાબ હલકો કરવામાં આવશે અને ન તેમને ઢીલ આપવામાં આવશે.[1]
(૮૬) અને જ્યારે મુશરિક પોતાના ઠેરવેલા ભાગીદારોને જોઈ લેશે તો કહેશે કે, “હે અમારા રબ! આ જ અમારા ભાગીદારો છે જેમને અમે તને છોડીને પોકારતા હતા”, પછી તેમના તે ભાગીદારો જવાબ આપશે કે, “તમે સાવ જૂઠા છો.”
(૮૭) અને તે દિવસે બધા (વિવશ થઈ) અલ્લાહના સામે આજ્ઞાકારી હોવાનું કબૂલ કરશે અને જે આરોપ લગાવ્યા કરતા હતા તે બધો તેમનાથી ખોવાઈ જશે.
(૮૮) જેમણે કુફ્ર કર્યુ અને અલ્લાહના માર્ગથી રોક્યા, અમે તેમને અઝાબ ઉપર અઝાબ વધારતા જઈશુ[1] આ બદલો હશે તેમનો ફસાદ પેદા કરવાનો.
(૮૯) અને તે દિવસે અમે દરેક ઉમ્મતમાં તેમનામાંથી તેમના પર ગવાહ લાવીશું અને તમને તે બધા ઉપર ગવાહ બનાવીને લાવીશું અને અમે તમારા પર આ ક્તિાબ ઉતારી છે જેમાં દરેક વાતનું સ્પષ્ટ વર્ણન છે[1] અને માર્ગદર્શન અને કૃપા અને ખુશખબર છે મુસલમાનોના માટે. (ع-૧૨)