અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) આકાશો અને ધરતીની દરેક વસ્તુઓ અલ્લાહ (તઆલા)ની તસ્બીહ (પવિત્રતાનું) વર્ણન કરે છે, જે બાદશાહ છે અને અત્યંત પવિત્ર (છે), પ્રભુત્વશાળી અને હિકમતવાળો છે.
(૨) તે જ છે જેણે અભણ લોકોમાં તેમનામાંથી જ એક રસૂલ મોકલ્યા, જે તેમને તેની આયતો વાંચીને સંભળાવે છે અને તેમને પવિત્ર કરે છે અને તેમને કિતાબ અને જ્ઞાન (હિકમત) શીખવાડે છે, બેશક આ લોકો આનાથી પહેલા સ્પષ્ટ ભટકાવમાં હતા.
(૩) અને બીજા લોકો માટે પણ જેઓ હજુ સુધી તેમને મળ્યા નથી, અને તે જ પ્રભુત્વશાળી (અને) હિકમતવાળો છે.
(૪) આ અલ્લાહની કૃપા (ફજલ) છે જેને ચાહે પોતાની કૃપા પ્રદાન કરે અને અલ્લાહ (તઆલા) મોટો કૃપાળુ (ફજલવાળો) છે.
(૫) જે લોકોને તૌરાતના (પ્રમાણે) કામ કરવાનો હુકમ થયો, પછી તેમણે તેના ઉપર કામ ન કર્યું, તેમનું ઉદાહરણ તે ગધેડા જેવું છે જે ઘણી કિતાબોનો બોજ ઉપાડી રહ્યો હોય,[1] અલ્લાહની વાતોને જૂઠાડનારાઓનું બહુ જ ખરાબ ઉદાહરણ છે, અને અલ્લાહ એવા જાલિમોને માર્ગદર્શન (હિદાયત) નથી આપતો.
(૬) કહી દો કે હે યહુદીઓ! જો તમારો એ દાવો છે કે તમે અલ્લાહના દોસ્ત છો બીજા લોકોના સિવાય, તો તમે મોતની ઈચ્છા વ્યક્ત કરો જો તમે સાચા છો.
(૭) તેઓ મોતની ઈચ્છા ક્યારેય નહીં કરે, તે કર્મોના કારણે જે પોતાના હાથોથી પોતાના પહેલા મોકલી ચૂક્યા છે,[1] અને અલ્લાહ (તઆલા) જાલિમોને સારી રીતે જાણે છે.
(૮) કહી દો કે જે મોતથી તમે ભાગી રહ્યા છો તે તો તમારા સુધી જરૂર પહોંચશે, પછી તમે બધી છૂપી અને જાહેર વાતોના જાણવાવાળા (અલ્લાહ)ના તરફ પાછા ફરશો અને પછી તે તમને તમારા કરેલા બધા કર્મોને બતાવી દેશે. (ع-૧)