Surah Al-Ghashiyah
સૂરહ અલ-ગાશિયાહ
સૂરહ અલ-ગાશિયાહ
સૂરહ અલ-ગાશિયાહ (૮૮)
જબરજસ્ત
સૂરહ અલ-ગાશિયાહ[1] મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં છવ્વીસ (૨૬) આયતો અને એક (૧) રૂકૂઅ છે.
[1] સૂરઃ ગાશિયાહઃ- કેટલીક રિવાયતમાં છે કે રસૂલુલ્લાહ (ﷺ) જુમુઆની નમાઝમાં સૂર: જુમુઆ સાથે સૂર: ગાશિયાહ પઢતા હતા.સંપૂર્ણ સૂરહની તિલાવત સાંભળવા માટે નીચે આપલે Play બટન પર ક્લિક કરો.
અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) શું તમને પણ તે છવાઈ જનાર (કયામત)ની ખબર પહોંચી છે ?
(૨) તે દિવસે કેટલાક ચહેરા અપમાનિત હશે.
(૩) અને દુઃખોથી પીડિત તકલીફમાં હશે.
(૪) તેઓ ભડકતી આગમાં દાખલ થશે.
(૫) અને ખૂબ જ ગરમ (ઊકળતા) ઝરણાનું પાણી તેમને પીવડાવવામાં આવશે.[2]
(૬) તેમના માટે માત્ર કાંટાવાળા વૃક્ષોના સિવાય કશું ખાવાનું નહિં હોય.[3]
(૭) જે ન શરીરમાં વધારો કરશે અને ન ભૂખ મટાડશે.
(૮) તે દિવસે કેટલાક ચહેરા ખુશ અને પ્રફુલ્લિત હશે.
(૯) પોતાના કર્મોના કારણે ખુશ હશે.
(૧૦) ઉચ્ચ દરજ્જાની જન્નતમાં હશે.
(૧૧) ત્યાં કોઈ બેકાર વાત કાનમાં નહિં પડે.
(૧૨) તેમાં (ઠંડા) પાણીના ઝરણાં વહેતા હશે.
(૧૩) (અને) તેમાં ઊંચા-ઊંચા આસનો હશે.
(૧૪) અને પ્યાલાઓ ગોઠવેલા હશે.
(૧૫) અને કતારમાં મૂકેલા તકિયા હશે,
(૧૬) અને નરમ ગાલીચા પાથરેલા હશે.
(૧૭) શું આ લોકો ઊંટોને નથી જોતા કે તે કઈ રીતે પેદા કરવામાં આવ્યા છે ?[4]
(૧૮) અને આકાશને, કે કેવી રીતે ઊંચું ઉઠાવવામાં આવ્યું છે ?
(૧૯) અને પર્વતોને, કે કેવી રીતે જમાવી દેવામાં આવ્યા છે ?
(૨૦) અને ધરતીને, કે કેવી રીતે પાથરવામાં આવી છે ?
(૨૧) તો તમે ઉપદેશ આપતા રહો (કેમ કે) તમે ફક્ત ઉપદેશ જ આપવાવાળા છો.
(૨૨ ) તમે કંઈ તેમના ઉપર રક્ષક તો નથી.
(૨૩) પરંતુ જે વ્યક્તિ મોઢું ફેરવનાર હોય અને ઈન્કાર કરે.
(૨૪) તેને અલ્લાહ (તઆલા) ખૂબ જ સખત યાતના આપશે.
(૨૫) બેશક અમારા તરફ જ તેમને પાછા ફરવાનું છે.
(૨૬) પછી બેશક તેમનાથી હિસાબ લેવો અમારૂં કામ છે. (ع-૧)
(૨૬) પછી બેશક તેમનાથી હિસાબ લેવો અમારૂં કામ છે.[5] (ع-૧)