(૫૮) હે ઈમાનવાળાઓ ! તમારામાંથી તમારી માલિકીના ગુલામોને અને તેમને પણ જેઓ તમારામાંથી પુખ્તવય સુધી પહોંચ્યા ન હોય (પોતાના આવવાના) ત્રણ સમયોમાં પરવાનગી લેવી જરૂરી છે. ફજરની નમાઝ પહેલા અને ઝોહરના સમયે જ્યારે તમે પોતાના કપડા ઉતારી રાખો છો અને ઈશાંની નમાઝ પછી,[1] આ ત્રણેય સમયો તમારા પડદો કરવાના છે,[2] આ સમયો સિવાય ન તો તમારા ઉપર કોઈ ગુનોહ છે ન તેમના ઉપર. તમે બધા પરસ્પર વધારે પડતા એકબીજાના પાસે આવવા-જવાવાળા છો, અલ્લાહ આ રીતે ખોલી ખોલીને પોતાના હુકમોનું તમને વર્ણન કરી રહ્યો છે, અને અલ્લાહ (તઆલા) જાણવાવાળો અને હિકમતવાળો છે.
(૫૯) અને તમારામાંથી જે બાળકો પુખ્તવયે પહોંચી જાય તો જે રીતે તેમના પહેલાના લોકો પરવાનગી માંગતા હતા, તેમણે પણ પરવાનગી લઈને આવવું જોઈએ, અલ્લાહ (તઆલા) તમારા સામે આ રીતે પોતાની આયતોનું વર્ણન કરે છે. અલ્લાહ (તઆલા) જ જાણવાવાળો અને હિકમતવાળો છે.
(૬૦) અને મોટી ઉંમરની સ્ત્રીઓ જેમને નિકાહની આશા (અને મરજી) જ ન રહી હોય તેઓ જો પોતાના કપડાં (પડદા માટે ઉપયોગમાં લીધેલ) ઉતારી રાખે તો તેમના ઉપર કોઈ બૂરાઈ નથી, જો તે પોતાનો શણગાર દેખાડવાવાળી ન હોય,[1] પરંતુ તેનાથી પણ બચતી રહે તો તેના માટે ઘણું સારું છે, અને અલ્લાહ (તઆલા) સાંભળનાર અને જાણનાર છે.
(૬૧) આંધળા પર, લંગડા પર, બીમાર પર, અને તમારા પર કદી કોઈ વાંધો નથી કે તમે પોતાના ઘરોમાંથી ખાઈ લો, અથવા પોતાના પિતાઓના ઘરોમાંથી, અથવા પોતાની માતાઓના ઘરોમાંથી, અથવા પોતાના ભાઈઓના ઘરોમાંથી, અથવા પોતાની બહેનોના ઘરોમાંથી, અથવા પોતાના કાકાઓના ઘરોમાંથી, અથવા પોતાની ફોઈઓના ઘરોમાંથી, અથવા પોતાના મામાઓના ઘરોમાંથી, અથવા પોતાની માસીઓના ઘરોમાંથી, અથવા તે ઘરોમાંથી જેની ચાવીઓના માલિક તમે છો અથવા પોતાના દોસ્તોના ઘરોમાંથી. તમારા પર આમાં પણ કોઈ ગુનોહ નથી કે તમે બધા સાથે બેસીને ખાઓ કે જુદા-જુદા,[1] પરંતુ જ્યારે તમે ઘરોમાં જવા લાગો તો પોતાના ઘરવાળાઓને સલામ કરી લો,[2] શુભકામના છે જે મુબારક અને પવિત્ર અલ્લાહના તરફથી અવતરિત છે. આ રીતે અલ્લાહ (તઆલા) ખોલી ખોલીને પોતાના આદેશોનું વર્ણન કરી રહ્યો છે જેથી તમે સમજી લો. (ع-૭)