Surah An-Nasr

સૂરહ અન્‌-નસ્ર

આયત : | રૂકૂ : ૧

સૂરહ અન્‌-નસ્ર (૧૧૦)

પવિત્ર / દૈવી આધાર

સૂરહ અન્‌-નસ્ર મદીનામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં ત્રણ () આયતો અને એક (૧) રૂકૂઅ છે.

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

શરૂ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે

اِذَا جَآءَ نَصْرُ اللّٰهِ وَ الْفَتْحُ ۙ (1)

(૧) જ્યારે અલ્લાહની મદદ આવી જાય અને વિજય પ્રાપ્ત થઈ જાય.


وَ رَاَیْتَ النَّاسَ یَدْخُلُوْنَ فِیْ دِیْنِ اللّٰهِ اَفْوَاجًا ۙ (2)

(૨) અને તમે લોકોને અલ્લાહના ધર્મ તરફ ટોળે-ટોળાં પ્રવેશતા જોઈલો.


فَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ وَ اسْتَغْفِرْهُ ؔؕ اِنَّهٗ كَانَ تَوَّابًا ۧ (3)

(૩) તો તમે પોતાના રબની પ્રશંસા સાથે તસ્બીહ કરો, અને તેનાથી માફીની દુઆ કરો, બેશક તે માફ કરવાવાળો છે.(ع-)