(૬૭) અય રસૂલ! તમારા પાસે તમારા રબ તરફથી જે કંઈ (સંદેશો) ઉતારવામાં આવ્યો છે તેને પહોંચાડી દો, જો તમે આમ નહીં કરો તો તમે પોતાના રબનોં સંદેશો નથી પહોંચાડ્યો અને અલ્લાહ લોકોથી તમારી રક્ષા કરશે, બેશક અલ્લાહ કાફિરોને હિદાયત નથી આપતો.
(૬૮) તમે કહી દો કે, “હૈ કિતાબવાળાઓ! તમારો કોઈ આધાર નથી, જ્યાં સુધી કે તૌરાત અને ઈન્જીલ અને જે પણ (ધર્મશાસ્ત્ર) તમારા રબ તરફથી તમારા પર ઉતારવામાં આવ્યા છે તેનું પાલન ન કરો અને જે તમારા તરફ (પવિત્ર કુરઆન) તમારા રબ તરફથી ઉતારવામાં આવ્યું છે તે આમાંથી મોટાભાગના લોકોની હઠ અને કુફ્રને વધારશે,[51] એટલા માટે તમે કાફિરો ૫૨ અફસોસ ન કરો.”
(૬૯) મુસલમાનો, યહૂદિઓ, તારાના પૂજારીઓ અને ઈસાઈઓમાંથી જે કોઈ પણ અલ્લાહ અને અંતિમ દિવસ (કયામત) પર ઈમાન લાવશે અને નેક કામ કરશે તેમના પર ન કોઈ ભય હશે ન કોઈ ગમ.
(૭૦) અને ઈસરાઈલના પુત્રો (યહૂદિઓ)થી વચન લીધું અને તેમના પાસે રસૂલોને મોકલ્યા, જયારે કોઈ રસૂલ તેમના પાસે એવો હુકમ લાવ્યા જેને તેમનું મન કબૂલ કરતુ ન હતું તો તેઓએ એક જૂથને જૂઠાડ્યા અને એક જૂથને કતલ કરતા રહ્યા.
(૭૧) અને સમજી બેઠા કે કોઈ સજા નહિ મળે એટલા માટે આંધળા-બહેરા થઈ ગયા, પછી અલ્લાહ (તઆલા)એ તેમને માફ કરી દીધા તેમ છતાં પણ તેમનામાંથી મોટા ભાગના લોકો આંધળા-બહેરા થઈ ગયા, અને અલ્લાહ (તઆલા) તેમના કૃત્યોને સારી રીતે જોવાવાળો છે.
(૭૨) તે લોકો કાફિર થઈ ગયા જેમણે કહ્યું મરયયનો પુત્ર મસીહ જ અલ્લાહ છે, જયારે કે મસીહે (પોતે) કહ્યું કે, “હે ઈસરાઈલના પુત્રો! મારા રબ અને તમારા રબ અલ્લાહની બંદગી કરો, કેમકે જે કોઈ અલ્લાહ સાથે શિર્ક કરશે અલ્લાહે તેના ૫૨ જન્નત હરામ કરી દીધી છે અને તેનું ઠેકાણું જહન્નમ છે અને જાલિમોનો કોઈ મદદગાર નહિ હોય."[52]
(૭૩) તે લોકો પણ સંપૂર્ણ રીતે કાફિર થઈ ગયા જેમણે કહ્યું કે અલ્લાહ ત્રણમાંથી ત્રીજો છે,[53] હકીકતમાં અલ્લાહ (તઆલા) સિવાય કોઈ મા’બૂદ નથી અને આ લોકો પોતાની વાતોથી ન રોકાયા તો તેમનામાંથી જેઓ કુફ્રમાં રહેશે તેમને સખત અઝાબ જરૂર પહોંચશે.
(૭૪) આ લોકો અલ્લાહ (તઆલા) તરફ કેમ નથી ઝૂકતા અને કેમ તૌબા નથી કરતા? અલ્લાહ (તઆલા) ઘણો માફ કરનાર અને ઘણો મહેરબાન છે.
(૭૫) મરયમના પુત્ર મસીહ ફક્ત્ત પયગંબર હોવાના સિવાય કશું જ નથી, આના પહેલા પણ ઘણા પયગંબરો થઈ ચૂક્યા છે, તેમની માતા એક પવિત્ર અને સાચી સ્ત્રી હતી,[54] બંને (માતા-પુત્ર) ભોજન કરતા હતા.[55] તમે જુઓ અમે કેવી રીતે નિશાનીઓને તેમના સામે રજૂ કરીએ છીએ, પછી વિચાર કરો કે તેઓ કેવી રીતે પલટાવવામાં આવે છે.
(૭૬) તમે કહી દો કે તમે અલ્લાહના સિવાય તેમની બંદગી કરો છો, જે ન તો તમારા નુકસાનના માલિક છે અને ન કોઈ પ્રકારના ફાયદાના, અલ્લાહ (તઆલા) જ સારી રીતે સાંભળવાવાળો અને બધું જ જાણવાવાળો છે.[56]
(૭૭) કહી દો, “હૈ કિતાબવાળાઓ! પોતાના ધર્મમાં અતિશયોક્તિ ન કરો,[57] અને તે લોકોની ઈચ્છાઓનું અનુસરણ ન કરો, જેઓ પહેલાથી ભટકી ગયા છે અને ઘણાઓને ભટકાવી ચૂક્યા છે અને સીધા રસ્તાથી ભટકી ગયા છે." (ع-૧૦)