Surah Taha
સૂરહ તાહા
રૂકૂઅ : ૨
આયત ૨૫ થી ૫૪
قَالَ رَبِّ اشْرَحْ لِیْ صَدْرِیْۙ (25)
(૨૫) (મૂસાએ) કહ્યુ કે, “હે મારા રબ! મારી છાતી મારા માટે ખોલી દે
وَ یَسِّرْ لِیْۤ اَمْرِیْۙ (26)
(૨૬) અને મારા કામને મારા માટે સરળ બનાવી દે
وَ احْلُلْ عُقْدَةً مِّنْ لِّسَانِیْۙ (27)
(૨૭) અને મારી જીભની ગાંઠ ખોલી દે,
یَفْقَهُوْا قَوْلِیْ ص (28)
(૨૮) જેથી લોકો મારી વાત સારી રીતે સમજી શકે,
وَ اجْعَلْ لِّیْ وَزِیْرًا مِّنْ اَهْلِیْۙ (29)
(૨૯) અને મારા પરિવારમાંથી મારો વજીર બનાવી દે.
هٰرُوْنَ اَخِیۙ (30)
(૩૦) (એટલે કે) મારા ભાઈ હારૂનને,
اشْدُدْ بِهٖۤ اَزْرِیْۙ (31)
(૩૧) તેના વડે મારી કમર મજબૂત કરી દે.
وَ اَشْرِكْهُ فِیْۤ اَمْرِیْۙ (32)
(૩૨) અને તેને મારા કામમાં સહાયક બનાવી દે,
كَیْ نُسَبِّحَكَ كَثِیْرًاۙ (33)
(૩૩) જેથી અમે બંને તારી ખૂબ પ્રશંસા કરીએ
وَّ نَذْكُرَكَ كَثِیْرًاؕ (34)
(૩૪) અને તારી ખૂબ ચર્ચા કરીએ.
اِنَّكَ كُنْتَ بِنَا بَصِیْرًا (35)
(૩૫) બેશક તું અમારી સારી રીતે દેખરેખ રાખવાવાળો છે.”
قَالَ قَدْ اُوْتِیْتَ سُؤْلَكَ یٰمُوْسٰى (36)
(૩૬) (અલ્લાહ તઆલાએ) ફરમાવ્યુ, “હે મૂસા! તારી બધી માંગણી પૂરી કરી દેવામાં આવી.”
وَ لَقَدْ مَنَنَّا عَلَیْكَ مَرَّةً اُخْرٰۤىۙ (37)
(૩૭) અને અમે તારા ઉપર એક વખતે આનાથી પણ મોટો ઉપકાર કરેલ છે.
اِذْ اَوْحَیْنَاۤ اِلٰۤى اُمِّكَ مَا یُوْحٰۤىۙ (38)
(૩૮) જ્યારે કે અમે તારી માતાના દિલમાં ઉતાર્યુ, જેનું વર્ણન હવે કરવામાં આવી રહ્યું છે.
اَنِ اقْذِفِیْهِ فِی التَّابُوْتِ فَاقْذِفِیْهِ فِی الْیَمِّ فَلْیُلْقِهِ الْیَمُّ بِالسَّاحِلِ یَاْخُذْهُ عَدُوٌّ لِّیْ وَ عَدُوٌّ لَّهٗ ؕ وَ اَلْقَیْتُ عَلَیْكَ مَحَبَّةً مِّنِّیْ ۚ٥ وَ لِتُصْنَعَ عَلٰى عَیْنِیْۘ (39)
(૩૯) કે તું આને સંદૂકમાં બંધ કરી નદીમાં છોડી દે, પછી નદી તેને કિનારા પર લઈ જશે અને મારો અને તેનો પોતાનો દુશ્મન તેને લઈ લેશે અને મેં મારા તરફથી ખાસ મોહબ્બત અને લોકપ્રિયતા તારા પર નાખી દીધી, જેથી તારું પાલન-પોષણ અમારી આંખો સામે કરવામાં આવે.
اِذْ تَمْشِیْۤ اُخْتُكَ فَتَقُوْلُ هَلْ اَدُلُّكُمْ عَلٰى مَنْ یَّكْفُلُهٗ ؕ فَرَجَعْنٰكَ اِلٰۤى اُمِّكَ كَیْ تَقَرَّ عَیْنُهَا وَ لَا تَحْزَنَ ؕ٥ وَ قَتَلْتَ نَفْسًا فَنَجَّیْنٰكَ مِنَ الْغَمِّ وَ فَتَنّٰكَ فُتُوْنًا ٥قف فَلَبِثْتَ سِنِیْنَ فِیْۤ اَهْلِ مَدْیَنَ ۙ٥ ثُمَّ جِئْتَ عَلٰى قَدَرٍ یّٰمُوْسٰى (40)
(૪૦) (યાદ કર) જ્યારે કે તારી બહેન ચાલી રહી હતી અને કહી રહી હતી કે જો તમે કહો તો હું તેને બતાવી દઉં જે તેની સંરક્ષક બની શકે, આ રીતે અમે તને ફરીથી તારી માતા સુધી પહોંચાડ્યો જેથી તેની આંખો ઠંડી રહે અને તે દુઃખી ન થાય, અને તેં એક માણસને કતલ કરી દીધો હતો, અમે તને તે મુસીબતમાંથી બહાર કાઢ્યો, એટલે કે અમે તારી સારી રીતે પરીક્ષા કરી લીધી. પછી તું ઘણા વર્ષો સુધી મદયનના લોકો વચ્ચે રહ્યો, પછી અલ્લાહના લખેલા નસીબ અનુસાર હે મૂસા ! તું આવ્યો.
وَ اصْطَنَعْتُكَ لِنَفْسِیْۚ (41)
(૪૧) અને મેં તને ખાસ રીતે પોતાના માટે પસંદ કરી લીધો.
اِذْهَبْ اَنْتَ وَ اَخُوْكَ بِاٰیٰتِیْ وَ لَا تَنِیَا فِیْ ذِكْرِیْۚ (42)
(૪૨) હવે તું પોતાના ભાઈ સહિત મારી નિશાનીઓ સાથે લઈ જા. ખબરદાર! તમે બંને મારી યાદથી સુસ્તી ન કરતા.
اِذْهَبَاۤ اِلٰى فِرْعَوْنَ اِنَّهٗ طَغٰىۚۖ (43)
(૪૩) તમે બંને ફિરઔન પાસે જાઓ, તેણે મોટી સરકશી કરી છે.
فَقُوْلَا لَهٗ قَوْلًا لَّیِّنًا لَّعَلَّهٗ یَتَذَكَّرُ اَوْ یَخْشٰى (44)
(૪૪) તેને નરમાશ થી સમજાવો, કદાચ તે સમજી જાય અથવા ડરી જાય.
قَالَا رَبَّنَاۤ اِنَّنَا نَخَافُ اَنْ یَّفْرُطَ عَلَیْنَاۤ اَوْ اَنْ یَّطْغٰى (45)
(૪૫) બંને એ કહ્યું, “હે અમારા રબ ! અમને ડર છે કે ક્યાંક ફિરઔન અમારા ઉપર કોઈ જુલમ કરે અથવા પોતાની સરકશીમાં વધી જાય.”
قَالَ لَا تَخَافَاۤ اِنَّنِیْ مَعَكُمَاۤ اَسْمَعُ وَ اَرٰى (46)
(૪૬) જવાબ મળ્યો કે, “તમે બંને કદી ડરશો નહિ, હું તમારા સાથે છું અને બધું સાંભળતો અને જોતો રહીશ.”
فَاْتِیٰهُ فَقُوْلَاۤ اِنَّا رَسُوْلَا رَبِّكَ فَاَرْسِلْ مَعَنَا بَنِیْۤ اِسْرَآءِیْلَ ۙ٥ وَ لَا تُعَذِّبْهُمْ ؕ قَدْ جِئْنٰكَ بِاٰیَةٍ مِّنْ رَّبِّكَ ؕ وَ السَّلٰمُ عَلٰى مَنِ اتَّبَعَ الْهُدٰى (47)
(૪૭) તમે તેના પાસે જઈને કહો કે અમે તારા રબના પયગંબર છીએ, તું અમારા સાથે ઈસરાઈલની સંતાનને મોકલી દે, તેમનો અઝાબ ખતમ કર, અમે તો તારા પાસે તારા રબ તરફથી નિશાનીઓ લઈને આવ્યા છીએ, સલામતી તેના માટે છે જે હિદાયતને મજબૂતીથી અપનાવે.
اِنَّا قَدْ اُوْحِیَ اِلَیْنَاۤ اَنَّ الْعَذَابَ عَلٰى مَنْ كَذَّبَ وَ تَوَلّٰى (48)
(૪૮) અમારા તરફ વહી કરવામાં આવી છે કે જે ઈન્કાર કરે અને મોઢું ફેરવે તેના માટે સજા છે.
قَالَ فَمَنْ رَّبُّكُمَا یٰمُوْسٰى (49)
(૪૯) (ફિરઔને) પૂછ્યુ કે, “હે મૂસા! તમારા બંનેનો રબ કોણ છે ?
قَالَ رَبُّنَا الَّذِیْۤ اَعْطٰى كُلَّ شَیْءٍ خَلْقَهٗ ثُمَّ هَدٰى (50)
(૫૦) જવાબ આપ્યો કે, “અમારો રબ એ છે જેણે દરેકને તેનું વિશેષ રૂપ પ્રદાન કર્યુ, પછી હિદાયત પણ આપી.”
قَالَ فَمَا بَالُ الْقُرُوْنِ الْاُوْلٰى (51)
(૫૧) તેણે કહ્યું, “(સારૂં એ તો બતાવો) પહેલાના લોકોની સ્થિતિ શું હતી?”
قَالَ عِلْمُهَا عِنْدَ رَبِّیْ فِیْ كِتٰبٍ ۚ لَا یَضِلُّ رَبِّیْ وَ لَا یَنْسَى ز (52)
(૫૨) જવાબ આપ્યો કે, “તેનું ઈલ્મ મારા રબના પાસે કિતાબમાં સુરક્ષિત છે, ન તો મારો રબ ભૂલ કરે છે ન ભૂલે છે.”
الَّذِیْ جَعَلَ لَكُمُ الْاَرْضَ مَهْدًا وَّ سَلَكَ لَكُمْ فِیْهَا سُبُلًا وَّ اَنْزَلَ مِنَ السَّمَآءِ مَآءً ؕ فَاَخْرَجْنَا بِهٖۤ اَزْوَاجًا مِّنْ نَّبَاتٍ شَتّٰى (53)
(૫૩) તેણે તમારા માટે ધરતીને પાથરણું બનાવ્યુ છે અને તેમાં તમારા ચાલવા માટે રસ્તાઓ બનાવ્યા છે, અને આકાશોમાંથી વર્ષા પણ તે જ કરે છે પછી તે વર્ષાના કારણે ઘણા બધા પ્રકારની પેદાશો પણ તે જ પેદા કરે છે.
كُلُوْا وَ ارْعَوْا اَنْعَامَكُمْ ؕ اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیٰتٍ لِّاُولِی النُّهٰى ۧ (54)
(૫૪) તમે પોતે ખાઓ અને પોતાના જાનવરોને પણ ચરાવો, બેશક આમાં અકલમંદોના માટે ઘણીબધી નિશાનીઓ છે. (ع-૨)