Surah As-Sajdah
સૂરહ અસ્-સજદહ
આયત : ૩૦ | રૂકૂઅ : ૩
સૂરહ અસ્-સજદહ (૩૨)
સજદહ
સૂરહ સજદહ મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં ત્રીસ (૩૦) આયતો અને ત્રણ (૩) રૂકૂઅ છે.
સૂરહ અલિફ-લામ-મીમ-અસ્ સજદહઃ- હદીસમાં આવે છે કે નબી (સ.અ.વ.) જુમ્આ (શુક્રવાર)ના દિવસે ફજરની નમાઝમાં અલિફ.લામ.મીમ. સૂરહ અસ્-સજદહ અને બીજી રકઅતમાં સૂરહ દહર પઢતા હતા. (સહીહ બુખારી અને મુસ્લિમ, કિતાબુલ જુમ્આ)
એવી જ રીતે એ પણ સાબિત છે કે નબી (સ.અ.વ.) રાત્રે સૂતા પહેલા સૂરહ અલિફ-લામ- મીમ-અસ્ સજદહ અને સૂરહ મુલ્ક પઢ્યા કરતા હતા.
(તિર્મિજી-892 અને મુસનદ અહમદ-340/3)