Surah Al-Furqan

સૂરહ અલ-ફુરકાન

રૂકૂઅ : ૩

આયત ૨૧ થી ૩૪


وَ قَالَ الَّذِیْنَ لَا یَرْجُوْنَ لِقَآءَنَا لَوْ لَاۤ اُنْزِلَ عَلَیْنَا الْمَلٰٓئِكَةُ اَوْ نَرٰى رَبَّنَا ؕ لَقَدِ اسْتَكْبَرُوْا فِیْۤ اَنْفُسِهِمْ وَ عَتَوْ عُتُوًّا كَبِیْرًا (21)

(૨૧) અને જેમને અમને મળવાની આશા ન હતી તેમણે કહ્યું કે, “અમારા ઉપર ફરિશ્તાઓ કેમ નથી ઉતારવામાં આવતા ? અથવા અમે (પોતાની આંખોથી) પોતાના રબને જોઈ લેતા ? ” આ લોકોએ પોતે પોતાને ખૂબ મોટા સમજી લીધા છે અને ઘણી નાફરમાની કરી લીધી છે.


یَوْمَ یَرَوْنَ الْمَلٰٓئِكَةَ لَا بُشْرٰى یَوْمَئِذٍ لِّلْمُجْرِمِیْنَ وَ یَقُوْلُوْنَ حِجْرًا مَّحْجُوْرًا (22)

(૨૨) જે દિવસે આ લોકો ફરિશ્તાઓને જોઈ લેશે તે દિવસે આ ગુનેહગારોને કોઈ ખુશી નહિ હોય, અને કહેશે કે તેઓ વંચિત કરી દેવામાં આવ્યા.


وَ قَدِمْنَاۤ اِلٰى مَا عَمِلُوْا مِنْ عَمَلٍ فَجَعَلْنٰهُ هَبَآءً مَّنْثُوْرًا (23)

(૨૩) અને તેમણે જે કર્મો કર્યા હતા, અમે તેના તરફ આગળ આવીને તેને ધૂળની જેમ ઊડાવી દઈશું.


اَصْحٰبُ الْجَنَّةِ یَوْمَئِذٍ خَیْرٌ مُّسْتَقَرًّا وَّ اَحْسَنُ مَقِیْلًا (24)

(૨૪) (પરંતુ) તે દિવસે જન્નતમાં રહેનારાઓની જગ્યા ઘણી સારી હશે અને આરામગૃહ પણ ઉત્તમ હશે.


وَ یَوْمَ تَشَقَّقُ السَّمَآءُ بِالْغَمَامِ وَ نُزِّلَ الْمَلٰٓئِكَةُ تَنْزِیْلًا (25)

(૨૫) અને આકાશ જે દિવસે વાદળ સાથે ફાટી જશે અને ફરિશ્તાઓ લગાતાર ઉતરી આવશે.


اَلْمُلْكُ یَوْمَئِذِ اِن لْحَقُّ لِلرَّحْمٰنِ ؕ وَ كَانَ یَوْمًا عَلَى الْكٰفِرِیْنَ عَسِیْرًا (26)

(૨૬) તે દિવસે વાસ્તવિક રાજય ફક્ત રહમાનનું જ હશે અને આ દિવસ કાફિરો માટે ઘણો સખત હશે.


وَ یَوْمَ یَعَضُّ الظَّالِمُ عَلٰى یَدَیْهِ یَقُوْلُ یٰلَیْتَنِی اتَّخَذْتُ مَعَ الرَّسُوْلِ سَبِیْلًا (27)

(૨૭) અને તે દિવસે જાલિમો પોતાના હાથોને કરડી-કરડી ખાશે અને કહેશે કે, “કાશ ! કેટલુ સારૂ હોત જો મેં રસૂલનો માર્ગ અપનાવ્યો હોત.


یٰوَیْلَتٰى لَیْتَنِیْ لَمْ اَتَّخِذْ فُلَانًا خَلِیْلًا (28)

(૨૮) હાય અફસોસ! કે મેં ફલાણાને મિત્ર ન બનાવ્યો હોત.


لَقَدْ اَضَلَّنِیْ عَنِ الذِّكْرِ بَعْدَ اِذْ جَآءَنِیْ ؕ وَ كَانَ الشَّیْطٰنُ لِلْاِنْسَانِ خَذُوْلًا (29)

(૨૯) તેણે તો મને તેના પછી ભટકાવી દીધો કે નસીહત મારા પાસે આવી ચૂકી હતી અને શેતાન તો મનુષ્યને (સમય પર) ધોખો આપવાવાળો છે.”


وَ قَالَ الرَّسُوْلُ یٰرَبِّ اِنَّ قَوْمِی اتَّخَذُوْا هٰذَا الْقُرْاٰنَ مَهْجُوْرًا (30)

(૩૦) અને રસૂલ કહેશે કે, “હે મારા રબ! બેશક મારી કોમે આ કુરઆન છોડી દીધુ હતું.”


وَ كَذٰلِكَ جَعَلْنَا لِكُلِّ نَبِیٍّ عَدُوًّا مِّنَ الْمُجْرِمِیْنَ ؕ وَ كَفٰى بِرَبِّكَ هَادِیًا وَّ نَصِیْرًا (31)

(૩૧) અને અમે આ રીતે પ્રત્યેક નબીના દુશ્મન કેટલાક ગુનેહગારોને બનાવી દીધા છે, અને તમારો રબ જ હિદાયત આપવા માટે અને મદદ કરવા માટે પૂરતો છે.


وَ قَالَ الَّذِیْنَ كَفَرُوْا لَوْ لَا نُزِّلَ عَلَیْهِ الْقُرْاٰنُ جُمْلَةً وَّاحِدَةً ۛۚ كَذٰلِكَ ۛۚ لِنُثَبِّتَ بِهٖ فُؤَادَكَ وَ رَتَّلْنٰهُ تَرْتِیْلًا (32)

(૩૨) અને કાફિરોએ કહ્યું કે, “તેના પર સમગ્ર કુરઆન એક સાથે જ કેમ ઉતારવામાં ન આવ્યું ?” આ રીતે (અમે થોડું થોડું કરીને ઉતાર્યુ) જેથી આના વડે અમે તમારા દિલને મજબૂતી પ્રદાન કરીએ, અને અમે તેને થોભી-થોભીને પઢીને સંભળાવ્યુ છે.


وَ لَا یَاْتُوْنَكَ بِمَثَلٍ اِلَّا جِئْنٰكَ بِالْحَقِّ وَ اَحْسَنَ تَفْسِیْرًاؕ (33)

(૩૩) અને આ લોકો તમારા પાસે જે કોઈ પણ દષ્ટાંત લઈને આવશે અમે તેનો સાચો જવાબ અને યોગ્ય વ્યાખ્યા બતાવી દઈશું.


اَلَّذِیْنَ یُحْشَرُوْنَ عَلٰى وُجُوْهِهِمْ اِلٰى جَهَنَّمَ ۙ اُولٰٓئِكَ شَرٌّ مَّكَانًا وَّ اَضَلُّ سَبِیْلًا ۧ (34)

(૩૪) જે લોકોને તેમના ઊંધા મોઢે જહન્નમ તરફ ધકેલવામાં આવશે, તેઓ ખરાબ જગ્યાવાળા અને ભટકેલા માર્ગવાળા છે. (ع-)