Surah An-Nahl

સૂરહ અન્-નહલ

રૂકૂઅ : ૮

આયત ૬૧ થી ૬૫

وَ لَوْ یُؤَاخِذُ اللّٰهُ النَّاسَ بِظُلْمِهِمْ مَّا تَرَكَ عَلَیْهَا مِنْ دَآبَّةٍ وَّ لٰكِنْ یُّؤَخِّرُهُمْ اِلٰۤى اَجَلٍ مُّسَمًّى ۚ فَاِذَا جَآءَ اَجَلُهُمْ لَا یَسْتَاْخِرُوْنَ سَاعَةً وَّ لَا یَسْتَقْدِمُوْنَ (61)

(૬૧) અને જો લોકોના ગુનાહો પર અલ્લાહ તેમની પકડ કરતો તો ધરતી પર એક પણ જીવ ન બચતો, પરંતુ તે તો તેમને એક નિશ્ચિત સમય સુધી ઢીલ આપે છે, પછી જ્યારે તેમનો તે સમય આવી જાય છે તો તેઓ એક ક્ષણ પાછળ નથી રહી શકતા અને ન આગળ વધી શકે છે.


وَ یَجْعَلُوْنَ لِلّٰهِ مَا یَكْرَهُوْنَ وَ تَصِفُ اَلْسِنَتُهُمُ الْكَذِبَ اَنَّ لَهُمُ الْحُسْنٰى ؕ لَا جَرَمَ اَنَّ لَهُمُ النَّارَ وَ اَنَّهُمْ مُّفْرَطُوْنَ (62)

(૬૨) અને તેઓ પોતાના માટે જે નાપસંદ સમજે છે તેને અલ્લાહ માટે સાબિત કરે છે અને તેમની જીભો જૂઠી વાતોને વર્ણન કરે છે કે તેમના માટે સારું જ સારું છે (નહિં નહિં) હકીક્તમાં તેમના માટે આગ છે અને તેઓ જહન્નમવાસીઓના આગેવાન છે.


تَاللّٰهِ لَقَدْ اَرْسَلْنَاۤ اِلٰۤى اُمَمٍ مِّنْ قَبْلِكَ فَزَیَّنَ لَهُمُ الشَّیْطٰنُ اَعْمَالَهُمْ فَهُوَ وَلِیُّهُمُ الْیَوْمَ وَ لَهُمْ عَذَابٌ اَلِیْمٌ (63)

(૬૩) અલ્લાહના સોગંધ ! અમે તમારાથી પહેલાની ઉમ્મતો તરફ પણ (અમારા રસૂલ) મોકલ્યા, પરંતુ શેતાને તેમની બૂરાઈઓને તેમની નજરમાં સારી બતાવી, તે શેતાન આજે પણ તેમનો દોસ્ત બનેલો છે અને તેમના માટે પીડાકારી સજા છે.


وَ مَاۤ اَنْزَلْنَا عَلَیْكَ الْكِتٰبَ اِلَّا لِتُبَیِّنَ لَهُمُ الَّذِی اخْتَلَفُوْا فِیْهِ ۙ وَ هُدًى وَّ رَحْمَةً لِّقَوْمٍ یُّؤْمِنُوْنَ (64)

(૬૪) અને આ કિતાબને અમે તમારા પર એટલા માટે ઉતારી છે કે તમે તે દરેક વાતને સ્પષ્ટ કરી દો જેમાં તેઓ મતભેદ કરી રહ્યા છે, અને માર્ગદર્શન અને કૃપા છે ઈમાનવાળાઓ માટે


وَ اللّٰهُ اَنْزَلَ مِنَ السَّمَآءِ مَآءً فَاَحْیَا بِهِ الْاَرْضَ بَعْدَ مَوْتِهَا ؕ اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیَةً لِّقَوْمٍ یَّسْمَعُوْنَ ۧ (65)

(૬૫) અને અલ્લાહ (તઆલા) આકાશમાંથી વરસાદ વરસાવી તેના વડે ધરતીને તેના મૃત્યુ પછી જીવતી કરી દે છે. બેશક આમાં એ લોકો માટે નિશાની છે જેઓ સાંભળે છે. (ع-)