(૫૬) તમે કહી દો કે, “મને રોકવામાં આવ્યો છે કે તેમની બંદગી કરું જેમને અલ્લાહના સિવાય તમે પોકારો છો,” તમે કહી દો કે, “હું તમારી મનમાનીનું અનુસરણ નહિં કરુ, કેમકે આવી હાલતમાં હું ભટકી જઈશ અને હિદાયત પર નહિં રહું.”[22]
(૫૭) (તમે) કહી દો કે, “મારા પાસે એક દલીલ છે મારા રબ તરફથી, અને તમે તેને જૂઠાડો છો. જે વસ્તુની તમે ઉતાવળ કરી રહ્યા છો તે મારા પાસે નથી, હુકમ કોઈનો નહિં સિવાય અલ્લાહના, અલ્લાહ (તઆલા) સત્ય હકીકતને બતાવી દે છે અને તે જ સૌથી સારો ફેસલો કરવાવાળો છે.”
(૫૮) તમે કહી દો કે, “જો મારા પાસે તે વસ્તુ હોત જેની તમે જલ્દી માંગણી કરી રહ્યા છો, તો મારા અને તમારા
વચ્ચે (ઝઘડાનો) ફેંસલો થઈ ગયો હોત.'' અને અલ્લાહ જાલિમોને સારી રીતે જાણે છે.
(૫૯) અને તેની (અલ્લાહની) પાસે ગૈબની ચાવીઓ છે જેને ફક્ત તે જ જાણે છે, અને જે કંઈ ધરતી અને સમુદ્રમાં છે તે બધાને જાણે છે અને જે પાંદડું પડે છે તેને પણ જાણે છે અને ધરતીના અંધકારમાં કોઈ પણ દાણો નથી પડતો અને ન કોઈ ભીની અને સુકી વસ્તુ પડે છે, પરંતુ આ બધુ સ્પષ્ટ કિતાબમાં છે.[23]
(૬૦) તે (અલ્લાહ) છે જે રાત્રિમાં તમારી આત્માઓને ખેંચી લે છે[24] અને દિવસમાં જે કંઈ કરો છો તેને જાણે છે, પછી તમને તેમાંથી એક નિર્ધારીત મુદ્દત પૂરી કરવા માટે જગાડે છે, છેવટે તમારે તેના તરફ પાછા ફરવાનું છે, પછી તમને બતાવી દેશે જે કંઈ તમે કરતા રહ્યા.(ع-૭)