Surah Maryam
સૂરહ મરયમ
સૂરહ મરયમ
كٓهٰیٰعٓصٓ ۚقف (1)
(૧) કાફ-હા-યા-એન-સાદ
ذِكْرُ رَحْمَتِ رَبِّكَ عَبْدَهٗ زَكَرِیَّاۖۚ (2)
(૨) આ છે તમારા રબની તે કૃપાનું વર્ણન, જે તેણે પોતાના બંદા ઝકરિયા ઉપર કરી હતી.
اِذْ نَادٰى رَبَّهٗ نِدَآءً خَفِیًّا (3)
(૩) જ્યારે તેણે પોતાના રબથી ચૂપચાપ દુઆ કરી હતી.
قَالَ رَبِّ اِنِّیْ وَهَنَ الْعَظْمُ مِنِّیْ وَ اشْتَعَلَ الرَّاْسُ شَیْبًا وَّ لَمْ اَكُنْۢ بِدُعَآئِكَ رَبِّ شَقِیًّا (4)
(૪) કહ્યું કે, “હે મારા રબ! મારા હાડકા કમજોર થઈ ગયા છે અને માથું વૃધત્વના કારણે ભડકી ઊઠ્યુ છે, પરંતુ હું કદી પણ તારાથી દુઆ કરીને નિરાશ થયો નથી.
وَ اِنِّیْ خِفْتُ الْمَوَالِیَ مِنْ وَّرَآءِیْ وَ كَانَتِ امْرَاَتِیْ عَاقِرًا فَهَبْ لِیْ مِنْ لَّدُنْكَ وَلِیًّاۙ (5)
(૫) અને મને મારા (મૃત્યુ) પછી મારા નજીકના રિશ્તેદારોનો ડર છે, મારી પત્ની પણ વાંઝણી છે, પરંતુ તું મને પોતાના તરફથી વારસ પ્રદાન કર.
یَّرِثُنِیْ وَ یَرِثُ مِنْ اٰلِ یَعْقُوْبَ ۖق وَ اجْعَلْهُ رَبِّ رَضِیًّا (6)
(૬) જે મારો પણ વારસ હોય અને યાકૂબના ખાનદાનનો પણ વારસ હોય અને હે મારા રબ! તું તેને પસંદગીપાત્ર બંદો બનાવ.”
یٰزَكَرِیَّاۤ اِنَّا نُبَشِّرُكَ بِغُلٰمِ اِن سْمُهٗ یَحْیٰى ۙ لَمْ نَجْعَلْ لَّهٗ مِنْ قَبْلُ سَمِیًّا (7)
(૭) હે ઝકરિયા! અમે તને એક પુત્રની ખુશખબર આપીએ છીએ જેનું નામ યાહ્યા હશે, અમે આના પહેલાં આ નામનો કોઈને પેદા નથી કર્યો.
قَالَ رَبِّ اَنّٰى یَكُوْنُ لِیْ غُلٰمٌ وَّ كَانَتِ امْرَاَتِیْ عَاقِرًا وَّ قَدْ بَلَغْتُ مِنَ الْكِبَرِ عِتِیًّا (8)
(૮) (ઝકરિયા) કહેવા લાગ્યા, “મારા રબ! મારે ત્યાં પુત્ર કેવી રીતે થશે, મારી પત્ની વાંઝણી અને હું પોતે વૃધત્વની ઘણી કમજોર સ્થિતિમાં પહોંચી ચૂક્યો છું.”
قَالَ كَذٰلِكَ ۚ قَالَ رَبُّكَ هُوَ عَلَیَّ هَیِّنٌ وَّ قَدْ خَلَقْتُكَ مِنْ قَبْلُ وَ لَمْ تَكُ شَیْئًا (9)
(૯) હુકમ થયો કે, “(વાયદો) આ રીતે થઈ ચૂક્યો છે,” તમારા રબે કહી દીધું છે કે, “મારા માટે તો આ બિલકુલ આસાન છે અને તું પોતે જયારે કે કશું ન હતો, ત્યારે હું તને પેદા કરી ચૂક્યો છું.”
قَالَ رَبِّ اجْعَلْ لِّیْۤ اٰیَةً ؕ قَالَ اٰیَتُكَ اَلَّا تُكَلِّمَ النَّاسَ ثَلٰثَ لَیَالٍ سَوِیًّا (10)
(૧૦) કહેવા લાગ્યા, “હે મારા રબ! મારા માટે કોઈ નિશાની નિશ્ચિત કરી દે”, હુકમ થયો કે, “તારા માટે નિશાની એ છે કે તંદુરસ્ત હોવા છતાં પણ તું ત્રણ રાતો સુધી કોઈ વ્યક્તિ સાથે બોલી નહિ શકે.”
فَخَرَجَ عَلٰى قَوْمِهٖ مِنَ الْمِحْرَابِ فَاَوْحٰۤى اِلَیْهِمْ اَنْ سَبِّحُوْا بُكْرَةً وَّ عَشِیًّا (11)
(૧૧) હવે ઝકરિયા પોતાના ઓરડામાંથી નીકળીને પોતાની કોમ સામે આવીને તેમને ઈશારો કરી કહ્યું કે, “તમે સવાર-સાંજ અલ્લાહની પવિત્રતાનું વર્ણન કરો.”
یٰیَحْیٰى خُذِ الْكِتٰبَ بِقُوَّةٍ ؕ وَ اٰتَیْنٰهُ الْحُكْمَ صَبِیًّاۙ (12)
(૧૨) “હે યાહ્યા! (મારી) કિતાબને મજબૂતીથી પકડી લો” અને અમે તેને બાળપણમાં જ ઈલ્મ પ્રદાન કર્યું.
وَّ حَنَانًا مِّنْ لَّدُنَّا وَ زَكٰوةً ؕ وَ كَانَ تَقِیًّاۙ (13)
(૧૩) અને અમારા તરફથી નમ્રતા અને પવિત્રતા પણ, તે પરહેઝગાર વ્યક્તિ હતો.
وَّ بَرًّۢا بِوَالِدَیْهِ وَ لَمْ یَكُنْ جَبَّارًا عَصِیًّا (14)
(૧૪) અને પોતાના માતા-પિતા સાથે નેક હતો, તે ઉદંડ (સખત) અને ગુનેહગાર ન હતો.
وَ سَلٰمٌ عَلَیْهِ یَوْمَ وُلِدَ وَ یَوْمَ یَمُوْتُ وَ یَوْمَ یُبْعَثُ حَیًّا ۧ (15)
(૧૫) તેના પર સલામતી છે જે દિવસે તેણે જન્મ લીધો અને જે દિવસે તે મૃત્યુ પામશે અને જે દિવસે તેને જીવતો કરી ઉઠાવવામાં આવશે.(ع-૧)