Surah Al-Insan
સૂરહ અલ-ઈન્સાન
સૂરહ અલ-ઈન્સાન
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) બેશક મનુષ્યો પર જમાનાનો એક એવો પણ સમય પસાર થઈ ચૂક્યો છે જ્યારે કે તે કોઈ વર્ણન કરવા લાયક વસ્તુ ન હતો.
(૨) બેશક અમે મનુષ્યને મલતા-જૂલતાં વિર્યથી પરીક્ષા માટે પેદા કર્યો, અને તેને સાંભળવાવાળો અને જોવાવાળો બનાવ્યો.
(૩) અમે તેને માર્ગ દેખાડ્યો, હવે ચાહે તે શુક્રગુજાર (કૃતજ્ઞ) બને અથવા નાશુક્રો (અપકારી).[2]
(૪) બેશક અમે કાફિરો માટે બેડીઓ અને તોક અને ભડક્તી આગ તૈયાર કરી રાખી છે.
(૫) બેશક સદાચારી (નેક) લોકો એવા પ્યાલાથી (શરાબ) પીશે કે જેમાં કપૂરની મીલાવટ હશે.
(૬) જે એક વહેતું ઝરણું છે જેમાંથી અલ્લાહના બંદાઓ પીશે, તેની નહેરો વહેતી કરીને લઈ જશે (જ્યાં ચાહશે)
(૭) જેઓ મન્નત પૂરી કરે છે અને તે દિવસથી ડરે છે જેની બૂરાઈ ચારે તરફ ફેલાઈ જવાવાળી હશે.[3]
(૮) અને અલ્લાહ (તઆલા)ની મોહબ્બતમાં ખાવાનું ખવડાવે છે ગરીબો, અનાથો અને કેદીઓને.
(૯) અમે તો તમને ફક્ત અલ્લાહ (ત્આલા)ની ખુશી માટે ખવડાવીએ છીએ, ન તમારાથી બદલો ચાહીએ છીએ અને ન આભાર.
(૧૦) બેશક અમે અમારા રબથી તે દિવસનો ડર રાખીએ છીએ જે તંગી અને સખતીવાળો હશે.
(૧૧) તો તેમને અલ્લાહ (તઆલા)એ તે દિવસની બૂરાઈથી બચાવી લીધા અને તેમને તાજગી (રોનક) અને ખુશી પહોંચાડી.[4]
(૧૨) અને તેમને તેમના સબ્ર (ધીરજ) ના બદલામાં[5] જન્નત અને રેશમી પોશાક પ્રદાન કરશે.
(૧૩) ત્યાં તેઓ ઊંચા આસનો ઉપર તકિયા લગાવીને બેઠા હશે, ન ત્યાં સૂર્યની ગરમી જોશે ન સખત ઠંડી.[6]
(૧૪) અને તેના (જન્નતના) છાંયડાઓ તેમના ઉપર નમેલા હશે અને તેના ફળ અને ગુચ્છા નીચે લટકતા હશે
(૧૫) અને તેમના આગળ ચાંદીના વાસણો અને તે પ્યાલાઓનો દોર ચલાવવામાં આવશે જે કાચના હશે.
(૧૬) કાચ પણ ચાંદીના જેવા હશે જેને (પીવડાવનારાઓએ) અંદાજાથી માપીને રાખ્યા હશે.
(૧૭) અને ત્યાં તેમને એવા પ્રવાહી પદાર્થ (શરાબ) પીવડાવવામાં આવશે જેમાં સૂંઠની મીલાવટ હશે.[7]
(૧૮) જન્નતની એક નહેર જેનું નામ “સલસબીલ' છે.
(૧૯) અને તેના ચારે તરફ એવા નાની ઉંમરના છોકરાઓ હરતા-ફરતા હશે જેઓ હંમેશા રહેવાવાળા છે, જ્યારે તમે તેમને જુઓ તો જાણે કે વિખરાયેલા મોતી છે.
(૨૦) અને તમે ત્યાં જે તરફ પણ નજર નાંખશો ઘણી નેઅમતો અને મહાન બાદશાહી જ દેખાશે.
(૨૧) તેમના (શરીર) ઉપર લીલા રંગના બારીક અને મોટા રેશમી પોશાક હશે[8] અને તેમને ચાંદીના કંગન પહેરાવવામાં આવશે, અને તેમને તેમનો રબ પવિત્ર અને સ્વચ્છ શરાબ પીવડાવશે.
(૨૨) (કહેવામાં આવશે) કે આ છે તમારા કર્મોનો બદલો અને તમારી કોશિશની પ્રશંસા કરવામાં આવી. (ع-૧)