Surah Yunus

સૂરહ યૂનુસ

રૂકૂઅ : ૧૦

આયત ૯૩ થી ૧૦૩

وَ لَقَدْ بَوَّاْنَا بَنِیْۤ اِسْرَآءِیْلَ مُبَوَّاَ صِدْقٍ وَّ رَزَقْنٰهُمْ مِّنَ الطَّیِّبٰتِ ۚ فَمَا اخْتَلَفُوْا حَتّٰى جَآءَهُمُ الْعِلْمُ ؕ اِنَّ رَبَّكَ یَقْضِیْ بَیْنَهُمْ یَوْمَ الْقِیٰمَةِ فِیْمَا كَانُوْا فِیْهِ یَخْتَلِفُوْنَ (93)

(૯૩) અને અમે ઈસરાઈલની સંતાનને રહેવા માટે સારૂ ઠેકાણું આપ્યુ, અને અમે તેમને મજેદાર વસ્તુઓ ખાવા માટે આપી, તો તેમણે મતભેદ ન કર્યો ત્યાં સુધી કે તેમના પાસે ઈલ્મ આવી ચૂક્યુ હતુ, નિશ્ચિત રૂપે તમારો રબ તેમના વચ્ચે કયામતના દિવસે તે વાતોમાં ફેંસલો કરી દેશે જેમાં તેઓ મતભૈદ કરતા હતા.


فَاِنْ كُنْتَ فِیْ شَكٍّ مِّمَّاۤ اَنْزَلْنَاۤ اِلَیْكَ فَسْئَلِ الَّذِیْنَ یَقْرَءُوْنَ الْكِتٰبَ مِنْ قَبْلِكَ ۚ لَقَدْ جَآءَكَ الْحَقُّ مِنْ رَّبِّكَ فَلَا تَكُوْنَنَّ مِنَ الْمُمْتَرِیْنَۙ (94)

(૯૪) પછી જો તમે તેના તરફથી શંકામાં છો જેને અમે તમારા તરફ મોકલ્યુ છે, તો તમે એ લોકોને પૂછો જેઓ તમારાથી પહેલાની કિતાબોને પઢે છે, બેશક તમારા પાસે તમારા રબ તરફથી સાચી કિતાબ આવી ગઈ છે, તમે કદી પણ શંકા કરનારાઓમાંથી ન બનો.


وَ لَا تَكُوْنَنَّ مِنَ الَّذِیْنَ كَذَّبُوْا بِاٰیٰتِ اللّٰهِ فَتَكُوْنَ مِنَ الْخٰسِرِیْنَ (95)

(૯૫) અને ન તે લોકોમાંથી બનો, જેમણે અલ્લાહની આયતોને ખોટી ઠેરવી, નહિં તો તમે નુકસાન પામનારાઓમાંથી થઈ જશો.


اِنَّ الَّذِیْنَ حَقَّتْ عَلَیْهِمْ كَلِمَتُ رَبِّكَ لَا یُؤْمِنُوْنَۙ (96)

(૯૬) બેશક જે લોકોના વિશે તમારા રબનુ ફરમાન સાબિત થઈ ચૂક્યુ છે તેઓ ઈમાન નહિ લાવે.


وَ لَوْ جَآءَتْهُمْ كُلُّ اٰیَةٍ حَتّٰى یَرَوُا الْعَذَابَ الْاَلِیْمَ (97)

(૯૭) ભલે તેમના પાસે તમામ નિશાનીઓ પહોંચી જાય, જ્યાં સુધી તેઓ પીડાકારી અઝાબ જોઈ ન લે.


فَلَوْ لَا كَانَتْ قَرْیَةٌ اٰمَنَتْ فَنَفَعَهَاۤ اِیْمَانُهَاۤ اِلَّا قَوْمَ یُوْنُسَ ؕ لَمَّاۤ اٰمَنُوْا كَشَفْنَا عَنْهُمْ عَذَابَ الْخِزْیِ فِی الْحَیٰوةِ الدُّنْیَا وَ مَتَّعْنٰهُمْ اِلٰى حِیْنٍ (98)

(૯૮) એટલા માટે કોઈ વસ્તી ઈમાન ન લાવી, કે ઈમાન લાવવુ તેમના માટે ફાયદાકારક હોત સિવાય યૂનુસની કોમના, જ્યારેં તેઓ ઈમાન લાવ્યા તો અમે દુનિયાની જિંદગીમાં તેમના ઉપરથી અપમાનની સજા હટાવી દીધી, અને તેમને એક (નિશ્ચિત) સમય સુધી સુખ ભોગવવાનો (મોકો) આપ્યો.


وَ لَوْ شَآءَ رَبُّكَ لَاٰمَنَ مَنْ فِی الْاَرْضِ كُلُّهُمْ جَمِیْعًا ؕ اَفَاَنْتَ تُكْرِهُ النَّاسَ حَتّٰى یَكُوْنُوْا مُؤْمِنِیْنَ (99)

(૯૯) અને જો તમારો રબ ઈચ્છત તો સમગ્ર ધરતીના તમામ લોકો ઈમાન લઈ આવતા, તો શું તમે લોકોને મજબૂર કરી શકો છો ત્યાં સુધી કે તેઓ મોમિન થઈ જાય ?


وَ مَا كَانَ لِنَفْسٍ اَنْ تُؤْمِنَ اِلَّا بِاِذْنِ اللّٰهِ ؕ وَ یَجْعَلُ الرِّجْسَ عَلَى الَّذِیْنَ لَا یَعْقِلُوْنَ (100)

(૧૦૦) જો કે કોઈનુ ઈમાન લાવવુ અલ્લાહના હુકમ વગર શક્ય નથી અને અલ્લાહ બુદ્ધિ વગરના લોકો ૫ર અપવિત્રતા થોપી દે છે.


قُلِ انْظُرُوْا مَا ذَا فِی السَّمٰوٰتِ وَ الْاَرْضِ ؕ وَ مَا تُغْنِی الْاٰیٰتُ وَ النُّذُرُ عَنْ قَوْمٍ لَّا یُؤْمِنُوْنَ (101)

(૧૦૧) તમે કહી દો કે, “તમે વિચાર કરો કે કઈ-કઈ વસ્તુઓ આકાશો અને ધરતીમાં છે અને જે લોકો ઈમાન નથી લાવતા તેમને દલીલ અને ચેતવણી કોઈ ફાયદો પહોંચાડતી નથી.”


فَهَلْ یَنْتَظِرُوْنَ اِلَّا مِثْلَ اَیَّامِ الَّذِیْنَ خَلَوْا مِنْ قَبْلِهِمْ ؕ قُلْ فَانْتَظِرُوْۤا اِنِّیْ مَعَكُمْ مِّنَ الْمُنْتَظِرِیْنَ (102)

(૧૦૨) તો શું આ લોકો ફક્ત તે લોકોની ઘટનાઓની રાહ જોઈ રહ્યા છે, જે તેમના પહેલા પસાર થઈ ગઈ છે, (તમે) કહી દો કે, “ઠીક છે, તો તમે રાહ જુઓ, હુ પણ તમારા સાથે રાહ જોનારાઓમાંથી છુ.”



ثُمَّ نُنَجِّیْ رُسُلَنَا وَ الَّذِیْنَ اٰمَنُوْا كَذٰلِكَ ۚ حَقًّا عَلَیْنَا نُنْجِ الْمُؤْمِنِیْنَ ۧ (103)

(૧૦૩) પછી અમે પોતાના પયગંબરને અને ઈમાનવાળાઓને બચાવી લઈએ છીએ, આ રીતે અમારા ફરજમાં છે કે અમે ઈમાનવાળાઓને બચાવી લઈએ. (ع-૧૦)