(૨૩૬)જો તમે સ્ત્રીઓને હાથ લગાવ્યા વગર અને મહેર નક્કી કર્યા વિના તલાક આપી દો તો પણ તમારા પર કોઈ ગુનોહ નથી. હા, તેને કોઈને કોઈ ફાયદો આપો, માલદાર પોતાના હિસાબે અને ગરીબ પોતાની શક્તિના હિસાબે રિવાજ મુજબ સારો ફાયદો આપો. ભલાઈ કરનારાઓ માટે આ જરૂરી છે.
(૨૩૭) જો તમે સ્ત્રીઓને એના પહેલા તલાક આપી દો કે તમે તેને હાથ લગાવ્યો હોય અને તમે તેને મહેર પણ નક્કી કરેલ હોય, તો નક્કી કરેલ મહેરનું અડધુ આપી દો, એ વાત અલગ છે કે તે સ્ત્રી પોતે માફ કરી દે, અથવા તે માણસ માફ કરી દે જેના હાથમાં નિકાહની ગાંઠ છે. તમારું માફ કરી દેવું તકવાથી ઘણું નજીક છે અને એકબીજાના ઉપકારને ન ભૂલો. બેશક અલ્લાહ (તઆલા) તમારા અમલોને જોઇ રહ્યો છે.
(૨૩૯) જો તમને ડર હોય તો પગપાળા અથવા સવારી પર જેવી રીતે શક્ય હોય, અને જો શાંતિ થઈ જાય તો અલ્લાહ (તઆલા)ની મહાનતાનું વર્ણન કરો જેવી રીતે તેણે તમને તે વાતની તાલીમ આપી છે, જેને તમે જાણતા ન હતા.
(૨૪૦) અને જે તમારામાંથી મરી જાય અને સ્ત્રીઓ છોડી જાય, તે વસીયત કરીને જાય કે તેમની પત્નીઓ વર્ષભર ફાયદો ઉઠાવે. તેમને કોઈ ન કાઢે, અને જો તે સ્ત્રી પોતે નીકળી જાય તો તમારા પર તેમાં કોઈ ગુનોહ નથી જે તે પોતાના માટે ભલાઈથી કરે, અલ્લાહ (તઆલા) જબરદસ્ત અને હિકમતવાળો છે.