Surah An-Najm

સૂરહ અન્‌-નજ્મ

રૂકૂ : ૩

આયત ૩૩ થી ૬૨

اَفَرَءَیْتَ الَّذِیْ تَوَلّٰى ۙ (33)

(૩૩) શું તમે તેને જોયો કે જેણે મોઢું ફેરવી લીધું ?


وَ اَعْطٰى قَلِیْلًا وَّ اَكْدٰى (34)

(૩૪) અને ખૂબ જ ઓછુ આપ્યુ અને હાથ રોકી લીધા.


اَعِنْدَهٗ عِلْمُ الْغَیْبِ فَهُوَ یَرٰى(35)

(૩૫) શું તેને પરોક્ષનું જ્ઞાન છે કે તે (બધુ જ) જોઈ રહ્યો છે ?

اَمْ لَمْ یُنَبَّاْ بِمَا فِیْ صُحُفِ مُوْسٰى ۙ (36)

(૩૬) શું તેને તે વાતની ખબર નથી પહોંચી જે મૂસા (અ.સ.)ના ગ્રંથોમાં હતી ?


وَ اِبْرٰهِیْمَ الَّذِیْ وَفّٰۤى ۙ (37)

(૩૭) અને વફાદાર ઈબ્રાહીમ (અ.સ.) ના ગ્રંથોમાં પણ હતી ?



اَلَّا تَزِرُ وَازِرَةٌ وِّزْرَ اُخْرٰى ۙ (38)

(૩૮) કે કોઈ બોજ ઉઠાવનાર વ્યક્તિ બીજા કોઈનો બોજ (ભાર) નહી ઉઠાવે.


وَ اَنْ لَّیْسَ لِلْاِنْسَانِ اِلَّا مَا سَعٰى ۙ (39)

(૩૯) અને એ કે દરેક માણસના માટે માત્ર તે જ છે જેની તેણે પોતે કોશિશ કરી.


وَ اَنَّ سَعْیَهٗ سَوْفَ یُرٰى{ص} (40)

(૪૦) અને એ કે બેશક તેની કોશિશ જલ્દી જોવા મળશે.


ثُمَّ یُجْزٰىهُ الْجَزَآءَ الْاَوْفٰى ۙ (41)

(૪૧) પછી તેને પૂરે-પૂરો બદલો આપવામાં આવશે.


وَ اَنَّ اِلٰى رَبِّكَ الْمُنْتَهٰى ۙ (42)

(૪૨) અને એ કે તમારા રબના તરફ જ પહોંચવાનું છે.

وَ اَنَّهٗ هُوَ اَضْحَكَ وَ اَبْكٰى ۙ (43)

(૪૩) અને એ કે તે જ હસાવે છે અને તે જ રડાવે છે.


وَ اَنَّهٗ هُوَ اَمَاتَ وَ اَحْیَا ۙ (44)

(૪૪) અને એ કે તે જ મૃત્યુ આપે છે અને તે જ જીવન પ્રદાન કરે છે.


وَ اَنَّهٗ خَلَقَ الزَّوْجَیْنِ الذَّكَرَ وَ الْاُنْثٰى ۙ (45)

(૪૫) અને એ કે તેણે જ જોડા એટલે કે નર-માદા પેદા કર્યા છે.


مِنْ نُّطْفَةٍ اِذَا تُمْنٰى {ص} (46)

(૪૬) વિર્યથી જયારે કે તે ટપકાવવામાં આવે છે.


وَ اَنَّ عَلَیْهِ النَّشْاَةَ الْاُخْرٰى ۙ (47)

(૪૭) અને એ કે ફરીથી જીવિત કરવું તેની જ જવાબદારી છે.


وَ اَنَّهٗ هُوَ اَغْنٰى وَ اَقْنٰى ۙ (48)

(૪૮) અને એ કે તે જ ધનવાન બનાવે છે અને ધન આપે છે.


وَ اَنَّهٗ هُوَ رَبُّ الشِّعْرٰى ۙ (49)

(૪૯) અને એ કે તે જ શિઅ્-રા (તારાઓ) નો રબ છે.

وَ اَنَّهٗۤ اَهْلَكَ عَادَا اِن لْاُوْلٰى ۙ (50)

(૫૦) અને એ કે તેણે જ પહેલા આદ (સમુદાય)નો નાશ કર્યો છે.


وَ ثَمُوْدَاۡ فَمَاۤ اَبْقٰى ۙ (51)

(૫૧) અને સમૂદને પણ (જેમનામાંથી) એકને પણ બાકી ન રાખ્યો.


وَ قَوْمَ نُوْحٍ مِّنْ قَبْلُ ؕ اِنَّهُمْ كَانُوْا هُمْ اَظْلَمَ وَ اَطْغٰى ؕ (52)

(૫૨) અને તેમના પહેલા નૂહની કોમને, બેશક તેઓ ભારે અત્યાચારી અને વિદ્રોહી (સરકશ) હતા.


وَ الْمُؤْتَفِكَةَ اَهْوٰى ۙ (53)

(૫૩) અને મૂતફિકા (શહેર અથવા ઊંધી પડેલી વસ્તીઓને) તેણે જ પલ્ટાવી નાંખી.


فَغَشّٰىهَا مَا غَشّٰى ۚ (54)

(૫૪) પછી તેમના ઉપર જે કંઈ છવાઈ જનાર હતુ તે છવાઈ ગયું.


فَبِاَیِّ اٰلَآءِ رَبِّكَ تَتَمَارٰى (55)

(૫૫) તો હે માનવી ! તું પોતાના રબની કઈ કઈ નેઅમતો (ઉપહારો) પર ઝઘડીશ ?


هٰذَا نَذِیْرٌ مِّنَ النُّذُرِ الْاُوْلٰى (56)

(૫૬) આ (નબી) ડરાવનાર છે, આગળના ડરાવનારાઓમાંથી.

اَزِفَتِ الْاٰزِفَةُ ۚ (57)

(૫૭) આવવાવાળી ક્ષણ નજીક આવી ગઈ છે.


لَیْسَ لَهَا مِنْ دُوْنِ اللّٰهِ كَاشِفَةٌ ؕ (58)

(૫૮) અલ્લાહના સિવાય તેને (નિર્ધારિત સમય પર) દેખાડવાવાળો બીજો કોઈ નથી.


اَفَمِنْ هٰذَا الْحَدِیْثِ تَعْجَبُوْنَ ۙ (59)

(૫૯) તો શું તમે આ વાત પર આશ્ચર્ય કરો છો ?


وَ تَضْحَكُوْنَ وَ لَا تَبْكُوْنَ ۙ (60)

(૬૦) અને હસી રહ્યા છો, રડતા નથી ?


وَ اَنْتُمْ سٰمِدُوْنَ (61)

(૬૧) (બલ્કે) તમે તો રમી રહ્યા છો.


فَاسْجُدُوْا لِلّٰهِ وَ اعْبُدُوْا ۩ {السجدة} ۞ ۧ (62)


(૬૨) હવે અલ્લાહના સામે જ સિજદો કરો અને (તેની જે) બંદગી કરો. (ع-) {સિજદો-૧}