(૧૬૩) બેશક અમે તમારા તરફ એવી જ રીતે વહી કરી છે જેવી રીતે નૂહ (અ.સ.) અને તેમના પછીના નબીઓ તરફ અમે વહી કરી, અને ઈબ્રાહીમ અને ઈસ્માઈલ અને ઈસ્હાક અને યાકૂબ અને તેમની સંતાનો ૫૨ અને ઈસા તથા ઐયુબ અને યૂનુસ અને હારૂન અને સુલેમાન તરફ અને અમે દાઉદ (અ.સ.)ને ઝબૂર આપી.
(૧૬૫) (અમે તેમને) ખુશખબર આપનાર અને ખબરદાર કરનાર રસૂલ બનાવ્યા, જેથી લોકોને કોઈ બહાનું રસૂલોને મોકલ્યા પછી અલ્લાહ (તઆલા) પર રહી ન જાય, અને અલ્લાહ (તઆલા) ઘણો જબરદસ્ત અને હિકમતવાળો છે.
(૧૬૬) જે કંઈ તમારા તરફ ઉતાર્યું છે, તેના બારામાં અલ્લાહ (તઆલા) પોતે ગવાહી આપે છે કે તેને પોતાના ઈલ્મથી ઉતાર્યું છે, અને ફરિશ્તાઓ પણ ગવાહી આપે છે અને અલ્લાહ (તઆલા)ની ગવાહી પૂરતી છે.
(૧૭૦) હે લોકો! તમારા પાસે તમારા રબ તરફથી સત્ય લઈને રસૂલ (સ.અ.વ.) આવી ગયા તેમના ૫૨ ઈમાન લાવો, તમારા માટે બહેતર છે અને જો તમે ઈન્કાર કર્યો તો આકાશો અને ધરતીમાં જે કંઈ પણ છે અલ્લાહનું છે અને અલ્લાહ જાણવાવાળો અને હિકમતવાળો છે.
(૧૭૧) અય કિતાબવાળાઓ! પોતાના ધર્મમાં હદથી ન વધી, અને અલ્લાહના ઉપર સાચુ જ બોલો, બેશક મરયમના પુત્ર ઈસા મસીહ ફકત અલ્લાહના રસૂલ અને કલિમા છે, જેને મરયમ તરફ મોકલ્યો, અને તેના તરફથી રૂહ (આત્મા) છે, એટલા માટે અલ્લાહ અને તેના રસૂલો ૫૨ ઈમાન લાવો અને એમ ન કહો કે અલ્લાહ ત્રણ છે, રોકાઈ જાઓ એ તમારા માટે સારૂ છે, બેશક તમારો મા’બૂદ ફક્ત એક અલ્લાહ છે, તે પવિત્ર છે તેનાથી કે તેની કોઈ સંતાન હોય, તેના માટે છે જે આકાશો અને ધરતીમાં છે અને અલ્લાહ કામ બનાવવા માટે પૂરતો છે. (ع-૨૩)