Surah Adh-Dhariyat

સૂરહ અઝ્-ઝારિયાત

રૂકૂ : ૩

આયત ૪૯ થી ૬૦

وَ السَّمَآءَ بَنَیْنٰهَا بِاَیْىدٍ وَّ اِنَّا لَمُوْسِعُوْنَ (47)

(૪૭) અને આકાશોને અમે (પોતાના) હાથોથી બનાવ્યા. અને બેશક અમે ફેલાવનારા છીએ.


وَ الْاَرْضَ فَرَشْنٰهَا فَنِعْمَ الْمٰهِدُوْنَ (48)

(૪૮) અને ધરતીને અમે જ પાથરણું બનાવી દીધી છે તો અમે કેવા સરસ પાથરનારા છીએ.


وَ مِنْ كُلِّ شَیْءٍ خَلَقْنَا زَوْجَیْنِ لَعَلَّكُمْ تَذَكَّرُوْنَ (49)

(૪૯) અને દરેક વસ્તુને અમે જોડામાં પેદા કરી છે, જેથી તમે નસીહત પ્રાપ્ત કરો.


فَفِرُّوْۤا اِلَى اللّٰهِ ؕ اِنِّیْ لَكُمْ مِّنْهُ نَذِیْرٌ مُّبِیْنٌ ۚ (50)

(૫૦) તો તમે અલ્લાહની (તૌહીદ) તરફ જ દોડો. બેશક હું તમને તેના તરફથી સ્પષ્ટ રીતે ડરાવનાર (રસુલ) છું.


وَ لَا تَجْعَلُوْا مَعَ اللّٰهِ اِلٰهًا اٰخَرَ ؕ اِنِّیْ لَكُمْ مِّنْهُ نَذِیْرٌ مُّبِیْنٌ ۚ (51)

(૫૧) અને અલ્લાહ સાથે બીજા કોઈને મા'બૂદ (ઉપાસ્ય) ન બનાવો. બેશક હું તમને તેના તરફથી સ્પષ્ટ ડરાવનાર (રસુલ) છું.


كَذٰلِكَ مَاۤ اَتَى الَّذِیْنَ مِنْ قَبْلِهِمْ مِّنْ رَّسُوْلٍ اِلَّا قَالُوْا سَاحِرٌ اَوْ مَجْنُوْنٌ ۚ (52)

(૫૨) એવી જ રીતે આમનાથી પહેલાના લોકો જે પસાર થઈ ગયા છે તેમના પાસે જે પણ રસુલ આવ્યા તો તેમણે (કાફિરોએ) કહ્યું કે, “કાંતો આ જાદૂગર છે અથવા દીવાનો છે.”


اَتَوَاصَوْا بِهٖ ۚ بَلْ هُمْ قَوْمٌ طَاغُوْنَ ۚ (53)

(૫૩) શું આ જ વાતની તેઓ પરસ્પર વસીયત કરી ગયા છે ? નહીં, પરંતુ આ બધા જ લોકો વિદ્રોહી છે.


فَتَوَلَّ عَنْهُمْ فَمَاۤ اَنْتَ بِمَلُوْمٍ {ق ز} (54)

(૫૪) માટે તમે તેમનાથી મોઢું ફેરવી લો, તમારા પર કોઈ આરોપ નથી.


وَّ ذَكِّرْ فَاِنَّ الذِّكْرٰى تَنْفَعُ الْمُؤْمِنِیْنَ (55)

(૫૫) અને ઉપદેશ આપ્યા કરો, બેશક ઉપદેશ ઈમાનવાળાઓને ફાયદો જ આપે છે.


وَ مَا خَلَقْتُ الْجِنَّ وَ الْاِنْسَ اِلَّا لِیَعْبُدُوْنِ (56)

(૫૬) મેં જીન્નાતો અને મનુષ્યોને ફક્ત એટલા માટે પેદા કર્યા કે તેઓ ફક્ત મારી જ બંદગી કરે.


مَاۤ اُرِیْدُ مِنْهُمْ مِّنْ رِّزْقٍ وَّ مَاۤ اُرِیْدُ اَنْ یُّطْعِمُوْنِ (57)

(૫૭) ન હું તેમના પાસે રોજી માંગુ છું અને ન એ ઈચ્છું છું કે તેઓ મને ખવડાવે.


اِنَّ اللّٰهَ هُوَ الرَّزَّاقُ ذُو الْقُوَّةِ الْمَتِیْنُ (58)

(૫૮) ચોક્કસ અલ્લાહ (તઆલા) તો પોતે જ રોજી આપવાવાળો શક્તિશાળી અને બળવાન છે.


فَاِنَّ لِلَّذِیْنَ ظَلَمُوْا ذَنُوْبًا مِّثْلَ ذَنُوْبِ اَصْحٰبِهِمْ فَلَا یَسْتَعْجِلُوْنِ (59)

(૫૯) તો જે લોકોએ જુલમ કર્યા છે તેમને પણ તેમના સાથીઓ જેટલો જ બરાબર હિસ્સો મળશે. એટલા માટે તેઓ મારા પાસે જલ્દી (અઝાબ) ન માંગે.


فَوَیْلٌ لِّلَّذِیْنَ كَفَرُوْا مِنْ یَّوْمِهِمُ الَّذِیْ یُوْعَدُوْنَ ۧ (60)

(૬૦) તો ખરાબી છે કાફિરો માટે તેમના એ દિવસના (કયામતના) જેનો તેમને વાયદો આપવામાં આવે છે. (ع-)