(૨૦) અય ઈમાનવાળાઓ! અલ્લાહ અને તેના રસૂલનું આજ્ઞાપાલન કરો અને તેનાથી (આજ્ઞાપાલનથી) મોઢું ન ફેરવો, સાંભળવા જાણવા છતાં.
(૨૧) અને તમે તે લોકોના જેવા ન બની જાઓ જેઓ દાવો તો કરતા હતા કે અમે સાંભળી લીધું, જ્યારે કે તેઓ કશું. સાંભળતા નથી.[1]
(૨૨) બેશક ઘણી ખરાબ માનવજાતિ અલ્લાહ (તઆલા)ની નજદીક તે લોકો છે જેઓ બહેરા છે, મૂંગા છે કે જેઓ થોડું પણ નથી સમજતા.
(૨૩) અને જો અલ્લાહ (તઆલા) તેમનામાં કોઈ ભલાઈ જોતો તો તેમને સાંભળવાની તાકાત આપતો અને જો તેમને સંભળાવી દેવામાં આવે તો પણ છેવટે વિમૂખ થઈને જરૂર મોઢું ફેરવી લેશે.[1]
(૨૪) અય ઈમાનવાળાઓ! તમે અલ્લાહ અને તેના રસૂલના હુકમોનું પાલન કરો, જ્યારે કે રસૂલ તમને તમારા જીવનના વિષય તરફ બોલાવતા હોય, અને યાદ રાખો કે અલ્લાહ (તઆલા) માનવી અને તેના દિલની વચ્ચે આડ બની જાય છે, અને બેશક તમારે અલ્લાહ પાસે જ એકઠા થવાનું છે.
(૨૫) અને તમે એવી મુસીબતથી બચો કે જે ખાસ કરીને તે લોકો ઉપર જ નહિ ઉતરે જેઓ તમારામાંથી તે ગુનાહોના અપરાધી છે,[1] અને જાણી લો કે અલ્લાહ (તઆલા) સખત સજા આપનાર છે.
(૨૬) અને તે સમયને યાદ કરો, જ્યારે કે તમે ધરતી પર થોડા હતા, કમજોર માનવામાં આવતા હતા, એવા ડરમાં રહેતા હતા કે તમને લોકો ઉચકી ન લે, તો અલ્લાહે તમને રહેવા માટે જગ્યા આપી અને તમને પોતાની મદદ વડે તાકાત આપી અને તમને પવિત્ર રોજી આપી કે જેથી તમે આભારી બનો.[1]
(૨૭) અય ઈમાનવાળાઓ! તમે અલ્લાહ અને રસૂલના (હકમાં) ખયાનત ન કરો અને પોતાની અમાનતોમાં ખયાનત ન કરો,[1] અને તમે જાણો છો.
(૨૮) અને એ વાત પણ જાણી લો કે તમારું ધન અને તમારી સંતાન એક પરીક્ષા માટે છે,[1] (અને આ વાતને પણ જાણી લો) કે અલ્લાહ (તઆલા) પાસે ઘણો મોટો બદલો છે. (ع-૩)