(૧૮૨) અને જે લોકો અમારી આયતોને ખોટી ઠેરવે છે તો અમે તેમને ધીરે ધીરે (પકડમાં) એવી રીતે લઈશું કે તેમને ખબર પણ નહિ પડે.
(૧૮૩) અને તેમને તક આપું છું, બેશક મારો તરીકો ઘણો મજબૂત છે.
(૧૮૪) શું તે લોકોએ આ વાત પર વિચાર ન કર્યો કે તેમના સાથીને જરા પણ ઉન્માદનો પ્રભાવ નથી? તે તો ફક્ત એક સ્પષ્ટ ડરાવનારા છે.[1]
(૧૮૫) અને શું તે લોકોએ વિચાર ન કર્યો આકાશો અને ધરતીના વ્યવસ્થાતંત્રમાં અને બીજી વસ્તુઓમાં જે અલ્લાહે પેદા કરી છે અને એ વાતમાં કે શક્ય છે કે તેમનું મૃત્યુ નજીક આવી પહોંચ્યું હોય. તો આના (કુરઆનના) પછી કઈ વાત ઉપર તે લોકો ઈમાન લાવશે?[1]
(૧૮૬) જેને અલ્લાહ (તઆલા) ભટકાવી દે તેને કોઈ માર્ગ પર લાવી શક્તુ નથી અને અલ્લાહ (તઆલા) તેમને તેમની ગુમરાહીમાં ભટકતા છોડી દે છે.
(૧૮૭) આ લોકો તમને કયામતના વિશે[1] પૂછે છે કે તે ક્યારે આવશે? તમે કહી દો કે, “તેની જાણકારી તો ફક્ત મારા રબ પાસે જ છે તેને તેના સમય ઉપર સિવાય અલ્લાહ (તઆલા)ના કોઈ બીજો જાહેર નહિ કરે, તે આકાશો અને ધરતીની ઘણી મોટી (ઘટના) હશે, તે તમારા ઉપર અચાનક આવી પડશે, આ લોકો તમને એવી રીતે પૂછે છે જાણે કે તમે તેની શોધ કરી દીધી છે, તમે કહી દો કે તેની જાણકારી માત્ર અલ્લાહને છે પરંતુ ઘણાંખરા લોકો જાણતા નથી.
(૧૮૮) તમે કહી દો કે, “હું પોતે પોતાની જાત માટે કોઈ ફાયદાનો અધિકાર નથી ધરાવતો અને ન કોઈ નુકસાનનો, પરંતુ એટલું જ જેટલું અલ્લાહે ચાહ્યું હોય, અને જો હું ગૈબ (પરોક્ષ)ની વાતો જાણતો હોત તો હું ઘણા ફાયદા પ્રાપ્ત કરી લેતો, અને કોઈ નુકસાન મને ન પહોંચતું,[1] હું તો ફક્ત ખબરદાર કરનાર અને ખુશખબર સંભળાવનાર છું તે લોકો માટે જેઓ ઈમાન ધરાવે છે.” (ع-૨૩)