Surah Al-Insan
સૂરહ અલ-ઈન્સાન
સૂરહ અલ-ઈન્સાન
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
(૨૩) બેશક અમે તમારા ઉપર થોડું-થોડું કરીને કુરઆન અવતરિત કર્યું છે.[9]
(૨૪) જેથી તમે તમારા રબના હુકમો પર કાયમ રહો, અને તેમનામાંથી કોઈ ગુનેહગાર અથવા નાશુક્રાનું કહેવાનું માનશો નહિં.[10]
(૨૫) અને પોતાના રબના નામનું સવાર-સાંજ સ્મરણ કર્યા કરો. [11]
(૨૬) અને રાત્રિના સમયે તેના સામે સિજદો કરો અને મોડી રાત્રિ સુધી તેની તસ્બીહ કર્યા કરો. [12]
(૨૭) બેશક આ લોકો જલ્દી પ્રાપ્ત થનારી વસ્તુ (દુનિયા)ને ચાહે છે અને પોતાના પાછળ એક ભારે દિવસને પડતો મૂકે છે.
(૨૮) અમે જ તેમને પેદા કર્યા અને અમે જ તેમના બાંધાઓને (જોડને) મજબૂત કર્યા અને અમે જ્યારે ઈચ્છીએ ત્યારે તેમના બદલે તેમના જેવા બીજા બદલી નાખીએ.
(૨૯) બેશક આ તો એક નસીહત છે તો જે ચાહે પોતાના રબનો માર્ગ અપનાવી લે.
(૩૦) અને તમે નહિં ઈચ્છો પરંતુ એ કે અલ્લાહ (તઆલા) જ ઈચ્છે, [13] બેશક અલ્લાહ (તઆલા) જાણવાવાળો અને હિકમતવાળો છે.
(૩૧) જેને ચાહે પોતાની કૃપામાં દાખલ કરી લે અને ગુનેહગારોના માટે દુઃખદાયક અઝાબ તૈયાર કરી રાખ્યો છે. (ع-૨)