Al-Fatihah

સૂરે ફાતિહા

આયત : ૭ | રૂકૂ : ૧

સૂરે ફાતિહા (૧)

શરૂઆત


સૂરે ફાતિહા મક્કા માં નાઝિલ થઇ (ઉતરી) હતી. આ સૂરત માં સાત (૭) આયત અને એક (૧) રૂકૂ છે.

સૂરે ફાતિહા કુરઆન ની સર્વ પ્રથમ સૂરત છે અને મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ની હદીષો માં પણ

આની ખુબ ફઝીલત આવી છે. ફાતિહા નો મતલબ શરૂઆત થાય છે.

For More Information click here



بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

શરૂ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.

اَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعٰلَمِیْنَ ۙ (1)

(૧) તમામ પ્રશંસા અલ્લાહ સમગ્ર સૃષ્ટિના રબ માટે જ છે.

الرَّحْمٰنِ الرَّحِیْمِ ۙ (2)

(૨) અત્યંત કૃપાળુ અને દયાળુ છે.

مٰلِكِ یَوْمِ الدِّیْنِ ؕ (3)

(૩) બદલા (ન્યાય) ના દિવસનો માલિક છે.

اِیَّاكَ نَعْبُدُ وَ اِیَّاكَ نَسْتَعِیْنُ ؕ (4)

(૪) અમે તારી જ ઈબાદત(બંદગી) કરીએ છીએ અને તારાથી જ મદદ માંગીએ છીએ.

اِهْدِنَا الصِّرَاطَ الْمُسْتَقِیْمَ ۙ (5)

(૫) અમને સીધો (સત્ય) માર્ગ બતાવ.

صِرَاطَ الَّذِیْنَ اَنْعَمْتَ عَلَیْهِمْ ۙ ۦ6 غَیْرِ الْمَغْضُوْبِ عَلَیْهِمْ وَ لَا الضَّآلِّیْنَ۠ ۧ (7)

(૭) એ લોકોનો માર્ગ જેમના ઉપર તે કૃપા કરી એમનો નહીં જેમના ઉપર તારો પ્રકોપ થયો અને ન પદભ્રષ્ટોના.