Surah Al-Jathiyah

સૂરહ અલ-જાસિયહ

રૂકૂ : ૧

આયત ૧ થી ૧૧

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

શરૂ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે

حٰمٓ ۚ (1)

(૧) હા. મીમ.!


تَنْزِیْلُ الْكِتٰبِ مِنَ اللّٰهِ الْعَزِیْزِ الْحَكِیْمِ (2)

(૨) આ કિતાબ અલ્લાહ પ્રભુત્વશાળી હિકમતવાળા તરફથી ઉતરી છે.


اِنَّ فِی السَّمٰوٰتِ وَ الْاَرْضِ لَاٰیٰتٍ لِّلْمُؤْمِنِیْنَ ؕ (3)

(૩) આકાશો અને ધરતીમાં ઈમાનવાળાઓ માટે બેશક ઘણી બધી નિશાનીઓ છે.


وَ فِیْ خَلْقِكُمْ وَ مَا یَبُثُّ مِنْ دَآبَّةٍ اٰیٰتٌ لِّقَوْمٍ یُّوْقِنُوْنَ ۙ (4)

(૪) અને તમારા પોતાના સર્જનમાં અને જાનવરોને ફેલાવવામાં વિશ્વાસ રાખવાવાળા સમુદાયના માટે ઘણી બધી નિશાનીઓ છે.


وَ اخْتِلَافِ الَّیْلِ وَ النَّهَارِ وَ مَاۤ اَنْزَلَ اللّٰهُ مِنَ السَّمَآءِ مِنْ رِّزْقٍ فَاَحْیَا بِهِ الْاَرْضَ بَعْدَ مَوْتِهَا وَ تَصْرِیْفِ الرِّیٰحِ اٰیٰتٌ لِّقَوْمٍ یَّعْقِلُوْنَ (5)

(૫) અને રાત-દિવસના બદલવામાં અને જે કંઈ રોજી અલ્લાહ (તઆલા)એ આકાશમાંથી ઉતારી છે. પછી તેનાથી મૃત ધરતીને જીવિત કરી દે છે, તેમાં અને હવાઓને બદલવામાં પણ અનેક નિશાનીઓ છે તે લોકોના માટે જેઓ બુદ્ધિ ધરાવે છે.


تِلْكَ اٰیٰتُ اللّٰهِ نَتْلُوْهَا عَلَیْكَ بِالْحَقِّ ۚ فَبِاَیِّ حَدِیْثٍۭ بَعْدَ اللّٰهِ وَ اٰیٰتِهٖ یُؤْمِنُوْنَ (6)

(૬) આ છે અલ્લાહ (તઆલા)ની આયતો જેને અમે તમને સત્યપૂર્વક સંભળાવી રહ્યા છે, તો અલ્લાહ (તઆલા) અને તેની આયતોના પછી આ લોકો કઈ વાત પર ઈમાન લાવશે.


وَیْلٌ لِّكُلِّ اَفَّاكٍ اَثِیْمٍ ۙ (7)

(૭) વિનાશ છે તે દરેક જૂઠા ગુનેહગાર પર.


یَّسْمَعُ اٰیٰتِ اللّٰهِ تُتْلٰى عَلَیْهِ ثُمَّ یُصِرُّ مُسْتَكْبِرًا كَاَنْ لَّمْ یَسْمَعْهَا ۚ فَبَشِّرْهُ بِعَذَابٍ اَلِیْمٍ (8)

(૮) જેઓ અલ્લાહની આયતોને પોતાના સામે પઢવામાં આવે છે અને તેને સાંભળ છે પછી પણ ઘમંડ કરીને એવી રીતે અક્કડ રહે છે જાણે કે સાંભળી જ નથી, તો આવા લોકોને પીડાકારી અઝાબની ખબર આપી દો.


وَ اِذَا عَلِمَ مِنْ اٰیٰتِنَا شَیْئَا اِن تَّخَذَهَا هُزُوًا ؕ اُولٰٓئِكَ لَهُمْ عَذَابٌ مُّهِیْنٌ ؕ (9)

(૯) અને તે જ્યારે અમારી આયતોમાંથી કોઈ આયતની ખબર મેળવી લે છે તો તેનો મજાક ઉડાવે છે, આ જ લોકો છે જેમના માટે અપમાનિત કરવાવાળો અઝાબ છે.


مِنْ وَّرَآئِهِمْ جَهَنَّمُ ۚ وَ لَا یُغْنِیْ عَنْهُمْ مَّا كَسَبُوْا شَیْئًا وَّ لَا مَا اتَّخَذُوْا مِنْ دُوْنِ اللّٰهِ اَوْلِیَآءَ ۚ وَ لَهُمْ عَذَابٌ عَظِیْمٌ ؕ (10)

(૧૦) તેમના પાછળ જહન્નમ છે, જે કંઈ તેમણે પ્રાપ્ત કર્યુ હતુ, તે તેમને કશો પણ લાભ નહીં આપે અને ન તે (કશું કામ આવશે) જેમને તેઓએ અલ્લાહના સિવાય સંરક્ષક બનાવી રાખ્યા હતા, તેમના માટે તો મોટો ભારે અઝાબ છે.


هٰذَا هُدًى ۚ وَ الَّذِیْنَ كَفَرُوْا بِاٰیٰتِ رَبِّهِمْ لَهُمْ عَذَابٌ مِّنْ رِّجْزٍ اَلِیْمٌ ۧ (11)

(૧૧) આ (સરાસર) હિદાયત છે, અને જે લોકોએ પોતાના રબની આયતોને ન માની તેમના માટે ખૂબ સખત અઝાબ છે. (ع-)