Surah Al-Hajj
સૂરહ અલ-હજ્જ
રૂકૂઅ : ૧
આયત ૧ થી ૧૦
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
શરૂ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે
یٰۤاَیُّهَا النَّاسُ اتَّقُوْا رَبَّكُمْ ۚ اِنَّ زَلْزَلَةَ السَّاعَةِ شَیْءٌ عَظِیْمٌ (1)
(૧) હે લોકો ! પોતાના રબથી ડરો, બેશક કયામતનો ધરતીકંપ ખૂબ મોટી વસ્તુ છે.
یَوْمَ تَرَوْنَهَا تَذْهَلُ كُلُّ مُرْضِعَةٍ عَمَّاۤ اَرْضَعَتْ وَ تَضَعُ كُلُّ ذَاتِ حَمْلٍ حَمْلَهَا وَ تَرَى النَّاسَ سُكٰرٰى وَ مَا هُمْ بِسُكٰرٰى وَ لٰكِنَّ عَذَابَ اللّٰهِ شَدِیْدٌ (2)
(૨) જે દિવસે તમે તેને જોઈ લેશો, પ્રત્યેક દૂધ પીવડાવનારી માતા પોતાના દૂધ પીતા બાળકને ભૂલી જશે અને તમામ ગર્ભવતીનો ગર્ભ પડી જશે, અને તમે લોકોને ભાન ભૂલેલા જોશો, જો કે તેઓ હકીકતમાં ભાન ભૂલેલા નહીં હોય, પરંતુ અલ્લાહનો અઝાબ ઘણો સખત છે.
وَ مِنَ النَّاسِ مَنْ یُّجَادِلُ فِی اللّٰهِ بِغَیْرِ عِلْمٍ وَّ یَتَّبِعُ كُلَّ شَیْطٰنٍ مَّرِیْدٍۙ (3)
(૩) અને કેટલાક લોકો અલ્લાહ વિશે વાતો બનાવે છે તે પણ અજ્ઞાનતાની સાથે, અને દરેક બંડખોર શેતાનનું અનુસરણ કરે છે.
كُتِبَ عَلَیْهِ اَنَّهٗ مَنْ تَوَلَّاهُ فَاَنَّهٗ یُضِلُّهٗ وَ یَهْدِیْهِ اِلٰى عَذَابِ السَّعِیْرِ (4)
(૪) જેના પર અલ્લાહનો ફેંસલો લખી દેવામાં આવ્યો છે કે જે કોઈ પણ તેની દોસ્તી કરશે તેને તે ભટકાવી દેશે અને તેને આગના અઝાબ તરફ લઈ જશે.
یٰۤاَیُّهَا النَّاسُ اِنْ كُنْتُمْ فِیْ رَیْبٍ مِّنَ الْبَعْثِ فَاِنَّا خَلَقْنٰكُمْ مِّنْ تُرَابٍ ثُمَّ مِنْ نُّطْفَةٍ ثُمَّ مِنْ عَلَقَةٍ ثُمَّ مِنْ مُّضْغَةٍ مُّخَلَّقَةٍ وَّ غَیْرِ مُخَلَّقَةٍ لِّنُبَیِّنَ لَكُمْ ؕ وَ نُقِرُّ فِی الْاَرْحَامِ مَا نَشَآءُ اِلٰۤى اَجَلٍ مُّسَمًّى ثُمَّ نُخْرِجُكُمْ طِفْلًا ثُمَّ لِتَبْلُغُوْۤا اَشُدَّكُمْ ۚ وَ مِنْكُمْ مَّنْ یُّتَوَفّٰى وَ مِنْكُمْ مَّنْ یُّرَدُّ اِلٰۤى اَرْذَلِ الْعُمُرِ لِكَیْلَا یَعْلَمَ مِنْۢ بَعْدِ عِلْمٍ شَیْئًا ؕ وَ تَرَى الْاَرْضَ هَامِدَةً فَاِذَاۤ اَنْزَلْنَا عَلَیْهَا الْمَآءَ اهْتَزَّتْ وَ رَبَتْ وَ اَنْۢبَتَتْ مِنْ كُلِّ زَوْجٍۭ بَهِیْجٍ (5)
(૫) હે લોકો! જો તમને મૃત્યુ પછી જીવતા થવામાં શંકા છે, તો વિચારો કે અમે તમને માટીમાંથી પેદા કર્યા, પછી વિર્યથી, પછી ગંઠાયેલા લોહીથી, પછી માંસના ટુકડાથી જેને રૂપ આપી દેવામાં આવ્યું હોય અથવા રૂપ વગર પણ, આ અમે તમારા પર સ્પષ્ટ કરી દઈએ છીએ, અને અમે જેને ઈચ્છીએ એક નિર્ધારિત સમય સુધી માતાના ગર્ભમાં રાખીએ છીએ, પછી તમને બાળકના સ્વરૂપમાં દુનિયામાં લાવીએ છીએ, જેથી તમે પોતાની યુવાવસ્થાએ પહોંચો, તમારામાંથી કેટલાક એવા છે જે મૃત્યુ પામે છે અને કેટલાક નકામી ઉંમર તરફ પાછા ફેરવવામાં આવે છે, કે તેઓ એક વસ્તુથી પરિચિત થઈ ગયા પછી ફરીથી અજાણ બની જાય, તમે જુઓ છો કે ધરતી વેરાન અને સૂકી છે, પછી જ્યારે અમે તેના પર વરસાદ વરસાવીએ છીએ તો તે ખીલી ઉઠે છે અને ફૂલેફાલે છે અને દરેક પ્રકારની સુંદર વનસ્પતિઓ ઉગાડે છે.
ذٰلِكَ بِاَنَّ اللّٰهَ هُوَ الْحَقُّ وَ اَنَّهٗ یُحْیِ الْمَوْتٰى وَ اَنَّهٗ عَلٰى كُلِّ شَیْءٍ قَدِیْرٌۙ (6)
(૬) આ એટલા માટે કે અલ્લાહ જ સત્ય છે અને તે જ મડદાઓને જીવતા કરે છે અને તે દરેક વસ્તુ પર સામર્થ્ય ધરાવે છે.
وَّ اَنَّ السَّاعَةَ اٰتِیَةٌ لَّا رَیْبَ فِیْهَا ۙ وَ اَنَّ اللّٰهَ یَبْعَثُ مَنْ فِی الْقُبُوْرِ (7)
(૭) અને એ કે કયામત જરૂર આવવાની છે જેમાં કોઈ શંકા નથી, અને બેશક અલ્લાહ (તઆલા) ક્બરવાળાઓને ફરીથી જીવતા કરશે.
وَ مِنَ النَّاسِ مَنْ یُّجَادِلُ فِی اللّٰهِ بِغَیْرِ عِلْمٍ وَّ لَا هُدًى وَّ لَا كِتٰبٍ مُّنِیْرٍۙ (8)
(૮) અને કેટલાક લોકો અલ્લાહ વિશે ઝઘડે છે કોઈ ઈલ્મ અને હિદાયત વગર અને વગર કોઈ પ્રકાશવાળી કિતાબના.
ثَانِیَ عِطْفِهٖ لِیُضِلَّ عَنْ سَبِیْلِ اللّٰهِ ؕ لَهٗ فِی الدُّنْیَا خِزْیٌ وَّ نُذِیْقُهٗ یَوْمَ الْقِیٰمَةِ عَذَابَ الْحَرِیْقِ (9)
(૯) પોતાની ગરદન અક્કડ રાખીને જેથી લોકોને અલ્લાહના માર્ગથી ભટકાવી મૂકે, આવો માણસ દુનિયામાં પણ અપમાનિત થશે અને કયામતના દિવસે પણ અમે તેને આગનો અઝાબ ચખાડીશું.
ذٰلِكَ بِمَا قَدَّمَتْ یَدٰكَ وَ اَنَّ اللّٰهَ لَیْسَ بِظَلَّامٍ لِّلْعَبِیْدِ ۧ (10)
(૧૦) આ તે કર્મોના કારણે છે જે તારા હાથોએ આગળ મોકલી રાખ્યા હતા, નહિં તો અલ્લાહ (તઆલા) પોતાના બંદાઓ ઉપર જુલમ કરવાવાળો નથી. (ع-૧)